SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વાર ત્યાં અનેક વાણવ્યંતર દેવ અને દેવીઓ આશ્રય લે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, સૂવે છે, પડખું ફેરવતાં ફેરવતાં વિશ્રામ કરે છે, રમણ કરે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર આનંદપ્રમોદ કરે છે. આ પ્રમાણે તેઓ પોતાનાં પૂર્વ ભવના ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોનાં કલ્યાણકારી ફળરૂપ વિશેષ સુખનો ઉપભોગ કરતા વિચરે છે. ७ तीसे णं जगईए उप्पि अंतो पउमवरवेइयाए एत्थ णं एगे महं वणसंडे पण्णत्ते, देसूणाई दो जोयणाई विक्खंभेणं वेइयासमिए परिक्खेवेणं वणसंड वण्णओ तणविहूणे णेयव्वो । ભાવાર્થ :- જગતીની ઉપર પદ્મવરવેદિકાની અંદર અર્થાત્ જંબૂદ્વીપ તરફ એક વિશાળ વનખંડ છે. તે વનખંડનો ચક્રવાલ વિખંભ દેશોન બે યોજન છે. તેની પરિધિ પદ્મવર- વેદિકાની પરિધિની સમાન છે. તે વન કૃષ્ણ છે યાવત તૃણ સિવાય સર્વ વર્ણન બાહ્ય વન વિભાગની સમાન જાણવું. વિવેચન : જંબુદ્વિપ જગતી પ્રમાણ કે જ છે ન LL SONG કપનું, પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના અંતભાગમાં ગોળાકારે આવેલી જગતનું વર્ણન છે. નારું – જગતી = કોટ. જેમ નગરને ફરતો કોટ-કિલ્લો હોય છે તેમ જેબૂદ્વીપ આદિ સર્વ દ્વીપ અને સમુદ્રને ફરતી જગતી શાશ્વત ભાવે રહેલી છે. જબૂઢીપની જગતીનું માપ – આ જગતી ૮ યોજન ઊંચી છે અને તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે. ઉપર-ઉપર તેની પહોળાઈ ઘટતી જાય છે. ૧ યોજનની ઊંચાઈ પર તે ૧૧ યોજન પહોળી છે, ૨ યોજનની ઊંચાઈ પર ૧૦ યોજન, ૩ યોજનની ઊંચાઈ પર ૯ યોજન પહોળી છે. આ રીતે ક્રમશઃ પહોળાઈ ઘટતા-ઘટતા ૮ યોજનની ઊંચાઈ પર જગતી ૪ યોજન પહોળી છે. -જયો ઈ જગતીનું સંસ્થાન - જગતીનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. ગાયનું પૂછડું જેમ મૂળમાં જાડું હોય અને પછી પાતળું થતું જાય છે, તેમ જગતી મૂળમાં પહોળી છે અને પછી ઉપર ઉપર જતાં તેની પહોળાઈ ઘટતી જાય છે. જગતી પરના ગવાક્ષ કટક - વવહાણ - ગવાક્ષ કટક. મહા વાલ -વૃદનાનસમૂહેન ગવાક્ષ કટક એટલે જગતીના મધ્યભાગે ગવાણકટકનો દેખાવ જાળી સમૂહ. જગતીના કોટ ઉપર ફરતો ચારેબાજુ સર્વદિશામાં જાળી સમૂહ છે. રુશ્વ ગવાક્ષણિર્નવોલપારું નતિમિતિ દff - મધ્યમાનતાડવાંતવ્યા | આ ગવાક્ષ-જાળી લવણસમુદ્ર બાજુ જગતીની ભીંતના મધ્ય ભાગમાં છે. તે દેવો અને વિદ્યાધરોનું -૧૨ પો, TH, ENTERT hits
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy