SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર ૫૯૧ ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્બીપ નામના દ્વીપમાં, તે તે સ્થાનમાં-ઉત્તરકુરુમાં ઘણાં જંબૂવૃક્ષો છે, જંબૂવનો છે. જંબૂવન ખંડો-મુખ્યતયા જંબૂવૃક્ષો અને સાથે અન્ય વૃક્ષો હોય તેવા વનખંડો છે. તે હંમેશાં પુષ્પિત રહે છે યાવત્ મંજરીઓ રૂપ શિરોભૂષણ કલગીઓથી અતિ શોભી રહ્યા છે. જંબૂ સુદર્શના પર પરમ ઋદ્ધિશાળી, પલ્યોપમના આયુષ્યવાળા અનાદત નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ ! તેથી તે દ્વીપ જંબૂદ્દીપ કહેવાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપ નામ પ્રસિદ્ધ થવાનું કારણ પ્રદર્શિત કર્યું છે. જંબુદ્રીપમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં મુખ્ય જંબૂ સુદર્શન વૃક્ષ અને તેને ફરતે ઘણા જંબૂવૃક્ષો, તેના વન અને વનખંડો છે. નિત્યકુસુમિત વિશેષણ પણ ઉત્તરકુરુ ક્ષેત્રના જંબૂવૃક્ષની અપેક્ષાએ આપવામાં આવ્યું છે. અન્ય ક્ષેત્રમાં તો વર્ષાઋતુમાં જંબૂવૃક્ષો કુસુમિત થાય છે. નિત્યસુમિત્વાલિ બંધૂવૃક્ષ પામુત્તરવુંરુક્ષેત્રપેક્ષ યા યોધ્યું, અન્યથૈષાં પ્રાતૃાતમાવિપુષ્પન્નોવયવત્વેન । – વૃત્તિ. જંબૂવૃક્ષની બહુલતાના કારણે આ દ્વીપ જંબૂઢીપ કહેવાય છે અથવા જંબૂદ્રીપના અધિપતિ દેવ-અનાદત દેવના આશ્રયસ્થાન એવા જંબુવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂઢીપ પ્રસિદ્ધ થયું છે. અથવા જંબૂદ્વીપ એવું તેનું શાશ્વતું નામ છે. ઉપસંહાર : २१८ तए णं समणे भगवं महावीरे मिहिलाए णयरीए माणिभद्दे चेइए बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए एवमाइक्खइ एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ जंबूदीवपण्णत्ती णाम अज्जो ! अज्झयणे अटुं च हेडं च पसिणं च कारणं च वागरणं च भुज्जो भुज्जो उवदंसेइ त्ति बेमि । ॥ મંજુદ્દીવપળતી સમત્તા ॥ ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મિથિલાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઘણા શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકોઓ, ઘણા દેવો, ઘણી દેવીઓની મધ્યમાં આ પ્રમાણે આખ્યાતસામાન્યરૂપે પ્રતિપાદન કર્યું છે; આ પ્રમાણે ભાષણ-વિશેષ રૂપથી પ્રતિપાદન કર્યું છે; આ પ્રમાણે પ્રજ્ઞાપના ભિન્ન-ભિન્ન રૂપે સમજાવ્યું છે; આ પ્રમાણે પ્રરૂપણા-હેતુ, દષ્ટાંત દ્વારા સ્વકથનનું સમર્થન કર્યું છે. હે આર્ય જંબૂ ! આ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ નામના અધ્યયનમાં અર્થ-પ્રતિપાધ વિષયનું, હેતુનું, પ્રશ્નોનું, કારણોનું, વ્યાકરણનું(પ્રશ્નોના ઉત્તરનું) પ્રતિપાદન કરીને, વારંવાર ઉપદેશ આપ્યો છે. તે પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy