SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર ધનુષ્ય કાંઈક અધિક ૧૩ રે અંગુલ છે. (૩) તેની ભૂમિગત ઊંડાઈ ૧૦૦૦(એહ હજાર) યોજન છે. (૪) તેની ઊંચાઈ સાધિક ૯૯,૦૦૦(નવ્વાણું હજાર) યોજન છે. (૫) ભૂમિગત ઊંડાઈ અને ઊંચાઈ બંને મળીને તે સમગ્રતયા સાધિક ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપની લંબાઈ-પહોળાઈ વગેરે માપ બતાવવામાં આવ્યું છે. પ્રથમ વક્ષસ્કારમાં ત્રીજા સૂત્રમાં જંબૂદ્રીપ વર્ણનની શરૂઆતમાં સૂત્રકારે જંબુદ્રીપના વ્યાસ અને પરિધિનું કથન કર્યું છે. અહીં શિષ્યને પુનઃસ્મરણ કરાવવા પુનઃ કથન કર્યું છે. ૧૮૮ પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્રીપની ઊંડાઈ, ઊંચાઈ દર્શાવી છે. સામાન્ય રૂપે સમુદ્ર-સરોવરની ઊંડાઈ મપાય છે અને પર્વતની ઊંચાઈ મપાય છે. દ્વીપમાં ઊંડાઈ-ઊંચાઈ માપવામાં આવતી નથી. પરંતુ જંબુદ્રીપમાં અધોગ્રામ-સલિલાવતી વિજય ૧,૦૦૦ યોજન ઊંડી છે. ત્યાં તીર્થંકરાદિ થાય છે અને જંબુદ્રીપમાં થતો સર્વ પ્રકારનો વ્યવહાર હોય છે. તેથી જંબુદ્રીપની ઊંડાઈ ૧,૦૦૦ યોજન કહી છે. જંબુદ્રીપગત મેરુપર્વત ઉપર પંડકવનમાં તીર્થંકરોનો અભિષેક કરવામાં આવે છે. તેથી મેરુપર્વતની અપેક્ષાએ જંબુદ્રીપની ઊંચાઈ દર્શાવી છે. જંબુદ્ધીપની શાશ્વતતા-અશાશ્વતતા : २१२ जंबुद्दीवे णं भंते ! दीवे किं सासए असासए ? गोयमा ! सिय સાક્ષર્, સિય અસાક્ષર્ ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ શાશ્વત છે કે અશાશ્વત છે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈક અપેક્ષાએ શાશ્વત છે; કોઈક અપેક્ષાએ અશાશ્વત છે. ૨૫ સે જેકેળ અંતે ! વં વુઘ્ન- સિય સાલણ, સિય અલાસ? ગોયમા ! दव्वट्टयाए सासए; वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं फासपज्जवेहिं असासए । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - सिय सासए, सिय असासए ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે તેનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત છે, વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાયની અપેક્ષાએ તે અશાશ્વત છે. હે ગૌતમ ! તેથી કહેવાય છે કે– તે કદાચિત્ શાશ્વત છે, કદાચિત્ અશાશ્વત છે. २१४ जंबुदीवे णं भंते ! दीवे कालओ केवचिरं होइ ?
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy