SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર [ ૫૭૫] ભાગ) મણિ, કનકાદિવાળો હોવાથી અનેક પ્રકારનો હોય છે. તેઓના દાંત સ્ફટિકમય હોય છે. તેઓના જીભ અને તાળવા તપનીય સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓનું જોત–નથ તપનીય સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, ખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અમિત અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા ગંભીર, મનોહર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશા સુશોભિત થાય છે. ૪,૦૦૦ વૃષભ રૂપધારી દેવો ચંદ્રને પશ્ચિમ બાજુથી વહન કરે છે. १९२ चंदविमाणस्स णं उत्तरेणं सेयाणं सुभगाणं सुप्पभाणं तरमल्लिहायणाणं हरिमेल-मउल-मल्लियच्छाणं चंचुच्चिय-ललिय- पुलियचलचवलचंचलगईणं लंघण-वग्गण-धावणधोरण-तिवइ-जइण-सिक्खियगईणं ललंतलासग-ललायवर-भूसणाणं सण्णयपासाणं संगयपासाणं सुजायपासाणं पीवरवट्टियसुसंठियकडीणं ओलंबपलंब- लक्खणपमाणजुत्तरमणिज्जवाल-पुच्छाणं तणुसुहुमसुजाय- णिद्धलोमच्छविहराणं मिउविसय-सुहुमलक्खण-पसत्थविकिण्ण-के सरावलिललंतथासग-ललाड-वर-भूसणाणं मुहमंडगओचूलग-चामर- थासगपरिमंडिय-कडीणं तवणिज्जखुराणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणं कामगमाणं पीइगमाणं मणोगमाणं मणोरमाणं अमियगईणं अमियबलवीरियपुरिसक्कार-परक्कमाणं महयाहय- हेसियकिलकिलाइयरवेणं मणहरेणं पूरता अंबरं, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं उत्तरिल्लं बाहं परिवहति । ભાવાર્થ :- (અશ્વરૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્રવિમાનને ઉત્તર બાજુથી વહન કરે છે.) તે અશ્વરૂપધારી દેવો શ્વેતવર્ણી, જનપ્રિય અને વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓ યૌવનશાળી હોય છે. તેઓની આંખ હરિમેલ નામક વનસ્પતિની ખીલેલી કળીઓ જેવી હોય છે. તેઓની ગતિ ચંચુ-કુટિલ અથવા પોપટની ચાંચ જેવી વક્ર (પગ ઊંચો કરી નીચે મૂકે ત્યારે પગ વાંકા થાય છે, તેથી તેમની ગતિ ક્રિયાને વક્ર કહી છે), લલિત-વિલાસ યુક્ત, પુલકિત-આનંદ ઉપજાવનારી, તથા ચલ(વાયુ) જેવી અતિચંચળ હોય છે. તેઓની ચાલ ખાડાનું ઉલ્લંઘન કરવામાં, કૂદવામાં, દોડવામાં, ગતિની ચતુરાઈમાં, ત્રણ પગ પર ઊભા રહેવામાં જયશાળી અને અભ્યસ્ત હોય છે. તેઓ ગળામાં ડોલતા, સુરમ્ય આભૂષણો ધારણ કરી રાખે છે. તેઓના બંને પાર્થભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા તથા સુજાત હોય છે. તેઓનો કિટિભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેઓના લટકતા ચામર-પૂંછડાના વાળ લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેઓની રૂંવાટી અતિસૂક્ષ્મ-પાતળી, સુજાત-દોષ વર્જિત, સ્નિગ્ધ-સંવાળી અને ચમકીલી હોય છે. તેઓની કેશરાળ મૃદુ વિશદ્ ઉજ્જવળ, પાતળા, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળા અને શોભનીય હોય છે. તેઓ કપાળ પર આભલાયુક્ત આભરણ ધારણ કરે છે. તેઓ મુખાભરણ, લાંબા ગુચ્છા(ફૂમકાદિ) શરીર પર યથાસ્થાને ધારણ કરે છે અને સ્થાસક-દર્પણાકાર આભરણ ત-વિલાસ થયા કરી નીચે મૂક સારી હોય છે. તેઓ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy