SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર ચંદ્ર વિમાનને વહન કરવા સિંહ રૂપધારી ૪,૦૦૦ આભિયોગિક(સેવક) દેવો ચંદ્ર વિમાનની પૂર્વ બાજુથી વહન કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ૫૭૨ તે સિંહરૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી, વિલક્ષણ તેજવાળા હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ; કઠણ દહીં, ગાયના દૂધના ફીણ અને ચંદ્ર સમાન હોય છે. તેમના કાંડા સ્થિરદઢ, લષ્ટ-કાંત અને શોભનીય હોય છે. તેમનું મુખ ગોળ, પુષ્ટ, છિદ્ર રહિત, વિશેષ રૂપથી તીક્ષ્ણ એવી દાઢના કારણે ખુલ્લા મુખવાળા હોય છે. તેમનું તાળવું અને જીભ રક્ત કમળના પત્ર જેવા કોમળ છે. તેમની આંખ મધના પીંડ જેવી પીળી હોય છે. તેમની બંને જંઘા પુષ્ટ શ્રેષ્ઠ અને સોહામણી હોય છે. તેમના ખંભા માંસલ અને વિશાળ હોય છે. તેમની કેશરાળ (ગર્દન ઉપરનાવાળ) મૃદુ ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળી અને શોભનીય હોય છે. તેઓની પૂંછડી ઉપર તરફ ઊભી રહે છે પરંતુ તેનો અગ્રભાગ નીચેની બાજુ વળેલી હોવાથી તે સોહામણી લાગે છે. આવી પૂંછડીથી તે ભૂમિને તાડિત કરતાં રહે છે. તેઓના નખ, દાઢ અને દાંત વજમય હોય છે. તેઓની જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ સુવર્ણમયી હોય छे. तेखोनी गति स्वेच्छानुसारी, सुजन, मन ठेवी वेगवंती, मनोरम, मनोहर अने (अति तीव्र होय छे, તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા સિંહનાદના મધુર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશાઓ સુશોભિત થાય છે. ૪,૦૦૦ સિંહરૂપધારી દેવો ચંદ્રને પૂર્વ બાજુથી વહન કરે છે. १९० चंदविमाणस्स णं दाहिणेणं सेयाणं सुभगाणं सुप्पभाणं संखतलविमल-णिम्मल - दधिघण- गोखीरफे ण-रययणिगर-प्पगासाणं वइरामय-कुं भजुयल सुट्ठिय-पीवर-वरवइर- सोंढवट्टिय-दित्त-सुरत्तपरमप्पगासाणं अब्भुण्णय-मुहाणं तवणिज्जविसालकणग- चंचलचलंत विमलुज्जलाणं महुवण्ण-भिसंत-णिद्ध- पत्तल - णिम्मल- तिवण्ण-मणिरयण- लोयणाणं अब्भुग्गय-मउलमल्लिया - धवलसरिस - संठियणिव्वण- दढकसिण- फालिया मय-सुजाय-दंतमुसलोवसोभियाणं कंचणकोसी- पविट्ठ- दंतग्ग- विमलमणिरयणरुइलपेरंत-चित्तरूवगविराइयाणं तवणिज्ज-विसाल- तिलगप्पमुहपरिमण्डियाणं णाणामणिरयण-मुद्धगेविज्जबद्धग-लयरवर- भूसणाणं वेरुलियविचित्तदण्ड-णिम्मल- वइरामय-तिक्ख लट्ठ-अंकुस - कुं भजुयलयंतरोडियाणं तवणिज्जसुबद्ध-कच्छदप्पिय-बलुद्धराणं विमलघणमंडलवइरामयलालाणाणामणिरयणघंटपासग- रययामय-बद्धरज्जुलंबिय-घंटाजुयल-महुरसर-मणहराणं अल्लीणपमाणजुत्त- वट्टियसुजायलक्खणपसत्थ-रमणिज्जबालगत्त-परिपुं छणाणं उवचियपडिपुण्णकुम्मचलण-लहुविक्कमाणं अंकमयणक्खाणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणं कामगमाणं पीइगमाणं ललियतालणाणं
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy