SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત ક્ષેત્રમાં છે, તેમાં આપણો ભારત દેશ પણ આવી જાય છે. જૈન દષ્ટિએ વર્તમાન પૃથ્વીની આગળ હજુ જંગી ધરતી વિદ્યમાન છે. ઉત્તરધ્રુવથી આગળ ઉત્તરભારત, વૈતાઢય પર્વતથી મહાવિદેહક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર સુધી એટલે કરોડો કિલોમીટર સુધી પૃથ્વી પથરાયેલી છે. દક્ષિણધ્રુવથી આગળ પણ સેંકડો માઈલ સુધી પૃથ્વી પથરાયેલી છે. વિજ્ઞાનિકો તેની જાણકારી હજુ મેળવી શક્યા નથી. જ્યોતિષમંડલ તે આકાશી વસ્તુ છે. ખગોળ-આકાશી તત્ત્વ બાબતમાં પણ જૈન ખગોળને વિજ્ઞાન સાથે આકાશ-પાતાળનું અંતર છે. જૈન ખગોળ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આપણી પૃથ્વીથી ૭૯૦ યોજનથી ઉપર છે. તેઓ સૂર્યને નહીં પણ મેરુને કેન્દ્રમાં રાખી, મેરુને પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાને સૂર્યમંડળને આકાશી ગ્રહો જ માન્યા છે જ્યારે જૈન ખગોળકારોએ તે ગ્રહો ઉપર અસંખ્ય વિમાનો, દેવોની મહાતિમહા સુષ્ટિ વર્ણવી છે. તે અંગે વૈજ્ઞાનિકો જાણકારી મેળવી શકયા નથી. જેમ આકાશમાં ઊંચે ઊર્ધ્વલોક તરફ વિજ્ઞાન સંશોધન કરી શક્યું નથી તેમ પાતાળમાં સાત નરકો અંગે કોઈ માહિતી મેળવી શક્યું નથી. સાતે ગ્રહો અને પૃથ્વી વૈજ્ઞાનિકોએ જેટલી જોઈ છે, તે જૈન બ્રહ્માંડ આગળ બિંદુ સમાન પણ નથી. અવકાશમાંથી આવતા ન સમજાય તેવી ભાષાના શબ્દ સંદેશાઓ યંત્રમાં ઝીલાયા કરે છે. તે ઉપરથી વૈજ્ઞાનિક અનુમાન કરે છે કે અવકાશમાં બીજા ગ્રહોમાં વસ્તી હોવી જોઈએ અને તે અહીંના મનુષ્ય કરતાં વધુ બુદ્ધિશાળી, વધુ સુખી હોવા જોઈએ. - વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. ખુદ વૈજ્ઞાનિકો પણ કહે છે કે આજનું સંશોધન આવતીકાલે ખોટું પણ પડી શકે છે, તેમાં ફેરફાર પણ થઈ જાય. તે ઉપરાંત વિજ્ઞાનના નિર્ણયો યંત્રો, ગણિત અને અનુમાનના આધારે એટલે કે પરોક્ષ આંખે લેવાય છે. જ્યારે તીર્થકરોએ જૈનાગમોમાં જે કહ્યું છે કે તે તીર્થકરોએ દૂરબીન દ્વારા જોઈને કે રોકેટાદિ અવકાશમાં મોકલીને જણાવ્યું નથી. તેઓએ જ્ઞાનચક્ષુથી ત્રણે ય કાળની વાત જાણી, યથાર્થ કથન કર્યું છે. તેઓને અસત્ય ઉપદેશ આપવાનું કોઈ પ્રયોજન ન હતું. જૈનધર્મ, જૈનતત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ, સર્વજ્ઞ તીર્થકરો હોય છે. તેઓશ્રીના આપેલા જ્ઞાનને તેમના આધ શિષ્યો-ગણધરો ઝીલે છે. તે જ્ઞાન આધારે તેઓ શાસ્ત્રની રચના કરે છે તે શાસ્ત્રો દ્વારા તીર્થકર દેવના જ્ઞાનનો જુદી-જુદી રીતે વિસ્તાર થતો રહે છે. તે વાણી
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy