SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર ૪૭૩ ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જ્યારે સર્વાભ્યતંર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પના આકાર જેવો તાપક્ષેત્રનો આકાર હોય છે; તે તાપક્ષેત્ર અંદર(મેરુ) તરફ સંકુચિત અને બહાર(સમુદ્ર) તરફ પહોળું હોય છે; અંદરની બાજુએ અંકમુખ જેવો આકાર અને બહારની બાજુએ ગાડીની ધુરાના અગ્રભાગ જેવો આકાર હોય છે. તાત્પર્ય એ છે કે તાપ ક્ષેત્ર મેરુ પાસે (ધતુરાના) સંકુચિત પુષ્પમૂલ સમાન છે અને સમુદ્ર તરફ વિસ્તૃત પુષ્પ મુખ સમાન છે. | ४३ उभओ पासेणं तेसिं दो बाहाओ अवट्ठियाओ हवंति - पणयालीसं-पणयालीसं जोयणसहस्साइं आयामेणं । ભાવાર્થ:- તાપક્ષેત્રની બંને બાજુની બે બાહાઓ અવસ્થિત છે. આ બંને અવસ્થિત બાહાઓ ૪૫,૦૦૦૪૫,૦૦૦ યોજન લાંબી છે. (આ લંબાઈ જંબુદ્રીપની અપેક્ષાએ સમજવી. લવણ સમુદ્રમાં તાપક્ષેત્રની લંબાઈ સાધિક ૩૩,૩૩૩ યોજન છે. આ લંબાઈમાં હાનિ વૃદ્ધિ થતી નથી, તેથી તેને અવસ્થિત બાહા કહે છે.) ४४ दुवे य णं तीसे बाहाओ अणवट्ठियाओ हवंति, तं जहा - सव्वब्भंतरिया चेव बाहा, सव्वबाहिरिया चेव बाहा । ભાવાર્થ :- તે તાપક્ષેત્રની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે છે– (૧) સર્વાત્મ્યતર બાહા મેરુ પાસે અને (૨) સર્વ બાહ્ય બાહા સમુદ્ર તરફ. ४५ तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयंतेणं णव जोयणसहस्साइं चत्तारिं छलसीए जोयणसए णव य दसभाए जोयणस्स परिक्खेवेणं । एस णं भंते ! परिक्खेवविसेसे कओ आहिएति वएज्जा ? गोयमा ! जे णं मंदरस्स पव्वयस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणेत्ता दसहिं छेत्ता दसहिं भागे हीरमाणे, एस परिक्खेवविसेसे आहिएत्ति वएज्जा । ભાવાર્થ :- પ્રત્યેક તાપક્ષેત્ર સંસ્થિતિની સર્વાત્યંતર બાહા મંદર પર્વત સમીપે નવ હજાર ચારસો છયાસી યોજન અને એક યોજનના નવ દશમાંશ (૯,૪૮૬) યોજનની) પરિધિ ધરાવે છે. પ્રશ્ન– હે ભગવન્ ! સર્વાયંતર બાહાની પરિધિનું આ પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! મંદર પર્વતની જે પરિધિ છે તેને ત્રણથી ગુણી, તે ગુણન ફળને ૧૦ થી ભાગતા જે સંખ્યા આવે તે તાપક્ષેત્રની સર્વાયંતર પરિધિ જાણવી. (મેરુપર્વતની પરિધિ ૩૧,૬૨૩ × ૩ – ૯૪,૮૬૯ + ૧૦ = ૯,૪૮૬ ૨ યોજન તાપક્ષેત્રની મેરુપર્વતની સમીપની પરિધિ—પહોળાઈ છે.) ४६ तीसे णं सव्वबाहिरिया बाहा लवणसमुद्दतेणं चउणवई जोयणसहस्साइं अट्ठय
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy