SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો છે. મિથિલા નગરીની ગણના આર્ય ક્ષેત્રમાં કરવામાં આવે છે. મિથિલા વિદેહ જનપદની રાજધાની હતી. વિદેહ રાજ્ય ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગાનદી, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહી નદી સુધી વિસ્તૃત હતું. વર્તમાને નેપાળની સીમા ઉપર જ્યાં જનકપુર નામનું ગામ છે, તે પ્રાચીન કાળની મિથિલા હોવી જોઈએ, તેમ કેટલાક વિદ્વાનોનું માનવું છે, જ્યારે કેટલાક વિદ્વાનો સીતામઢી પાસેના 'મુહિલા' નામના સ્થાનને મિથિલાનું અપભ્રંશ માને છે. ઠાણાંગ સૂત્રમાં ૧૦ રાજધાનીઓના નામમાં મિથિલાનું નામ છે. આ મિથિલા નગરીમાં ભગવાન મહાવીરના ૬ ચાતુર્માસ થયા હતા. આ નગરમાં જ પ્રત્યેક બુદ્ધ નમી રાજર્ષિ, કંકણ ધ્વનિ શ્રવણ દ્વારા વૈરાગ્ય વાસિત બન્યા હતા, ચોથા નિહ્નવે આ નગરીમાં જ સમુચ્છેદિકવાદનું પ્રવર્તન કર્યું હતું, આઠમા અકંપિત નામના ગણધરની જન્મભૂમિ હતી. પ્રસ્તુત આગમમાં મિથિલા ઉપરાંત વિનીતા નગરીનું પણ અલ્પાંશે વર્ણન છે. સ્થ ળ વિળીયાળામ રાયહાળી પદ્મત્તા । આ વિનીતા નગરીનું અપર નામ અયોધ્યા છે. આ નગરી ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં છે. જૈન સાહિત્યની દષ્ટિએ આ નગરી સહુથી પ્રાચીન છે. તે અનેક તીર્થંકરોની જન્મભૂમિ અને દીક્ષા ભૂમિ છે. તે ભરત ચક્રવર્તી, અચલ ગણધર, રામ-લક્ષ્મણ બળદેવ, વાસુદેવની જન્મભૂમિ છે. આવશ્યક મલયગિરિવૃત્તિ અનુસાર આ નગરના નિવાસીઓએ વિવિધ કળામાં કુશળતા પ્રાપ્ત કરી હોવાથી તેને કૌશલા કહેતા હતા. તે નગરમાં જન્મ થવાના કારણે ભગવાન ઋષભ દેવને કૌશલીય-કૌશલક કહેતા હતા. પ્રસ્તુત સૂત્રમાં સમ નેં બરદા જોક્ષતિ... આ રીતે કૌશલિક ૠષભ અરિહંતનો અનેકવાર ઉલ્લેખ છે. જંબૂદીપ પ્રજ્ઞપ્તિની ઉપદેશ શૈલી . :– પ્રસ્તુત આગમનો ઉપદેશ પ્રભુએ કેવી શૈલીથી આપ્યો છે તેનો ઉલ્લેખ સૂત્રકારે સૂત્રમાં ગાયને અવું ૨, હેડ ૪, પશિળ ૬, ારળ શ્વ, વારળ ચ મુગ્ગો મુખ્મો વવસેફ સૂત્રપાઠથી કર્યો છે. સૂત્રકારે પ્રત્યેક વિષયના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ વગેરે દ્વારા કથન કર્યું છે. ભગવાન જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના અર્થને-પ્રતિપાદ્ય વિષયને, તેના અન્વયાર્થને તે કેળ મતે ! વં વુષ્પદ્ ? હે ભગવન્ ! તેનું શુ કારણ છે કે તેનું કથન આ 47
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy