SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર ४४७ સાતમો વક્ષસ્કાર ઇ જંબૂદ્વીપમાં ચંદ્રાદિની સંખ્યા :| १ जंबुद्दीवे णं भंते ! दीवे कइ चंदा पभासिंसु पभासंति पभासिस्संति ? कइ सूरिया तवइंसु, तति, तविस्संति ? केवइया णक्खत्ता जोगं जोइंसु जोयंति जोइस्संति ? केवइया महग्गहा चारं चरिंसु चरंति चरिस्संति? केवइयाओ तारागणकोडाकोडीओ सोभिंसु, सोभंति, सोभिस्संति? गोयमा ! दो चंदा पभासिंसु पभासंति पभासिस्संति, दो सूरिया तवइंसु तति तविस्संति, छप्पण्णं णक्खत्ता जोगं जोइंसु जोएंति जोइस्संति, छावत्तरं महग्गहसयं चारं चरिंसु चरंति चरिस्संति । एगं च सयसहस्सं, तेत्तीसं खलु भवे सहस्साई । णव य सया पण्णासा, तारागणकोडिकोडिणं ॥१॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભૂતકાળમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા ? વર્તમાનમાં કેટલા પ્રકાશ કરે છે? ભવિષ્યમાં કેટલા પ્રકાશ કરશે? કેટલા સૂર્ય તપતા હતા, કેટલા તપે છે અને કેટલા તપશે? કેટલા નક્ષત્ર ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે અને કરશે? કેટલા મહાગ્રહ ચાલ ચાલતા હતા અર્થાતુ મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે ? કેટલા ક્રોડાક્રોડ તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો ઉદ્યોત (પ્રકાશ) કરતા હતા, કરે છે અને કરશે. બે સૂર્યો તપતા હતા, તપે છે અને તપશે. ૫૬(છપ્પન) નક્ષત્રો ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે અને કરશે. ૧૭૬(એકસો છોંતેર) મહાગ્રહો મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે. ૧ લાખ, ૩૩ હજાર, ૯૫૦ ક્રોડાક્રોડ તારા ગણ શોભતા હતા, શોભે છે અને શોભશે. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી કથન છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy