SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૪] શ્રી જેઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રાપ્ત યોજનાદિનો સરવાળો કરતાં જંબૂદ્વીપનું ગણિતપદ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યો. ૧u ગાઉ, ૧૫ ધનુષ અને રાા હાથ થાય છે. જંબૂદ્વીપમાં ક્ષેત્ર સંખ્યા :७ जंबुद्दीवे णं भंते ! दीवे कइ वासा पण्णत्ता ? गोयमा ! सत्त वासा पण्णत्ता, तं जहा- भरहे एरवए हेमवए हेरण्णवए हरिवासे रम्मगवासे महाविदेहे । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા વાસ(વર્ષ-ક્ષેત્ર) છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તે આ પ્રમાણે છે– (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હેમવત, (૪) હરણ્યવત, (૫) હરિવાસ, (૬) રમ્યવાસ તથા (૭) મહાવિદેહ. વિવેચન : આ સુત્રમાં જંબુદ્વીપના ૭ ક્ષેત્રનો નામોલ્લેખ છે. જંબુદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. રમ્યક વાસ, હેરણ્યવત અને ઐરાવત ક્ષેત્ર મહાવિદેહની ઉત્તરમાં છે, જ્યારે હરિવર્ષ, હેમવત અને ભરતક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં છે. જંબૂઢીપની પર્વત સંખ્યા : ८ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया वासहरा पण्णत्ता ? केवइया मंदरा पव्वया? केवइया चित्तकूडा, केवइया विचित्तकूडा ? केवइया जमग पव्वया ? केवइया कंचण पव्वया ? केवइया वक्खारा ? केवइ या दीहवेयड्डा, केवइया वट्टवेयड्डा पण्णत्ता ? __गोयमा! जंबुद्दीवे दीवे छ वासहरपव्वया, एगे मंदरे पव्वए, एगे चित्तकूडे, एगे विचित्तकूडे, दो जमगपव्वया, दो कंचणगपव्वयसया, वीसं वक्खारपव्वया, चोत्तीसंदीहवेयड्डा, चत्तारि वट्टवेयड्डा, एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे दुण्णि अउणत्तरा पव्वयसया भवंतीतिमक्खायं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા વર્ષધર પર્વત છે? કેટલા મંદર પર્વત છે? કેટલા ચિત્રકૂટ પર્વત છે? કેટલા વિચિત્ર કૂટ પર્વત છે? કેટલા યમક પર્વત છે? કેટલા કાંચનક પર્વત છે? કેટલા વક્ષસ્કાર પર્વત છે? કેટલા દીર્ધતાઠ્યપર્વત તથા કેટલા વૃત્ત વૈતાઢય પર્વત છે?
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy