SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો વક્ષસ્કાર [ ૪૨૯ | છકો વક્ષસ્કાર S જંબૂઢીપ અને લવણસમુદ્રના સ્પશદિ :| १ जंबुद्दीवस्स णं भंते ! दीवस्स पएसा लवणसमुहं पुट्ठा ? हंता पुट्ठा । ते णं भंते ! किं जंबुद्दीवे दीवे, लवणसमुद्दे ? गोयमा ! ते णं जंबुद्दीवे दीवे, णो खलु लवणसमुद्दे । । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જેબૂદ્વીપના(ચરમ) પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે? ઉત્તર- હા, ગૌતમ ! તે લવણસમુદ્રનો સ્પર્શ કરે છે. પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના જે ચરમ પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે તે પ્રદેશો જંબૂદ્વીપના કહેવાય કે લવણસમુદ્રનો સ્પર્શ કરવાને કારણે લવણસમુદ્રના પ્રદેશો કહેવાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પ્રદેશો જંબૂદ્વીપના જ છે, લવણસમુદ્રના નથી. | २ एवं लवणसमुद्दस्स वि पएसा जंबुद्दीवे पुट्ठा भाणियव्वा । ભાવાર્થ - આ પ્રમાણે લવણસમુદ્રના જે પ્રદેશો જંબૂઢીપને સ્પર્શ કરે છે. તે લવણસમુદ્રના કહેવાય છે. | ३ जंबुद्दीवे दीवे णं भंते ! जीवा उद्दाइत्ता उद्दाइत्ता लवणसमुदं पच्चायंति? अत्थेगइया पच्चायंति, अत्थेगइया णो पच्चायति । एवं लवणसमुदस्स वि जंबुद्दीवे दीवे णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જંબૂદ્વીપના જીવ મરીને લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક ઉત્પન્ન થતાં નથી. આ પ્રમાણે લવણસમુદ્રના જીવોનું જંબૂદ્વીપમાં ઉત્પન્ન થવાના વિષયમાં કથન કરવું જોઈએ અર્થાત્ લવણસમુદ્રના કેટલાક જીવ જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે, કેટલાક થતાં નથી. ४ खंडा जोयण वासा, पव्वय कूडा य तित्थ सेढीओ । विजय दह सलिलाओ य, पिंडेहिं होइ संगहणी ॥१॥
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy