SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ | શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર કેટલાક ઘોડાની જેમ હણહણે છે, કેટલાક હાથીઓની જેમ ચિંધાડે-ગુલગુલાટ કરે છે, કેટલાક રથોની જેમ રણઝણાટ કરે છે. કેટલાક હણહણાટ આદિ ત્રણે ય કરે છે. કેટલાક આગળથી મુખ પર થપ્પડ મારે છે, કેટલાક પાછળથી મુખ પર થપ્પડ મારે છે, કેટલાક અખાડામાં પહેલવાનોની જેમ પૈતરા-દાવ બદલે છે, કેટલાક જમીન પર પગ પછાડે છે, કેટલાક જમીન પર હાથના થાપા મારે છે, કેટલાક મોટે મોટેથી અવાજ કરે છે. કેટલાક આ ક્રિયાઓમાંથી બે ક્રિયા અથવા ત્રણે ત્રણ ક્રિયાઓ ભેગી કરીને બતાવે છે. કેટલાક હુંકાર કરે છે, કેટલાક ફૂત્કાર કરે છે. કેટલાક વક્કાર કરે છે– વ૬ વક શબ્દ બોલે છે, કેટલાક નીચે પડે છે, કેટલાક ઊંચે ઉછળે છે, કેટલાક પરિપતિત થાય છે(ત્રાંસા પડે છે). કેટલાક જવલિત થાય છે કેટલાક તપ્ત થાય, કેટલાક પ્રતપ્ત થાય છે. કેટલાક ગર્જના કરે છે, દેવોત્કલિકા-દેવ વીજળી ચમકાવે છે, કેટલાક વર્ષા કરે છે. કેટલાક વાદળની જેમ ચક્કર લગાવે છે, કેટલાક અત્યંત પ્રમોદપૂર્વક કલશોર કરે છે, કેટલાક "દુહુ-દુહુ" કરે છે– ઉલ્લાસને કારણે એ પ્રમાણે અવાજ કરે છે, કેટલાક વિકૃત-ભયાનક ભૂત-પ્રેતાદિ જેવું રૂ૫ વિકર્વીને ઉતાવળથી નીચે, ચારે બાજુ, ક્યારેક ધીરે ધીરે, ક્યારેક જોર જોરથી દોડે છે. ઇત્યાદિ વિજય દેવના વર્ણનની સમાન જાણવું. |५७ तए णं से अच्चुइंदे सपरिवारे सामितेणं महया महया अभिसेएणं अभिसिंचइ अभिसिंचित्ता करयलपरिग्गहियं जावमत्थए अंजलि कटु जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता ताहिं इट्ठाहिं जाव जयजयसई पउंजइ, पउंजित्ता तप्पढमयाए पम्हलसुकुमालाए सुरभीए गंघकासाईए गायाई लूहेइ, लूहेत्ता एवं जाव देवदूसजुयलं णियंसावेइ, णियंसावेत्ता कप्परूक्खगंपिव अलंकिय विभूसियं करेइ, करेत्ता दिव्वं च सुमणदामं पिणद्धावेइ, पिणद्धावित्ता णट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता अच्छेहि सण्णेहिं रयया- मएहिं अच्छरसा तण्डुलेहिं भगवओ सामिस्स पुरओ अट्ठमंगलगे आलिहइ, तं जहा दप्पण भद्दासण वद्धमाण, वरकलस, मच्छ सिरिवच्छा । सोत्थिय णंदावत्ता, लिहिया अट्ठट्ठमंगलगा ॥१॥ ભાવાર્થ :- અચ્યતેન્દ્ર પરિવાર સહિત વિપુલ અભિષેક સામગ્રીથી તીર્થકર ભગવાનનો અભિષેક કરે છે. અર્થાતુ નદી, તીર્થો વગેરેના જળથી સ્નાન કરાવે છે. અભિષેક કરીને તે હાથ જોડે છે, હાથને અંજલિ બદ્ધ કરી મસ્તકે અડાડે છે, જય-વિજય શબ્દોથી ભગવાનને વધાવે છે, ઇષ્ટ-પ્રિય વાણીથી જય-જય શબ્દ ઉચ્ચારે છે. આ પ્રમાણે કરીને રૂંછડાવાળા, સુકોમળ, સુગંધી, કાષાયિક = લાલ અથવા ગેરુ રંગના
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy