SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો વક્ષસ્કાર ૪૧૭] ત્યારપછી ૬૪ ઇન્દ્રમાં પ્રતિષ્ઠાને પ્રાપ્ત એવા અચ્યતેન્દ્ર પ્રથમ અભિષેક કરે છે. મહં ફેવહિવે:- મહાદેવાધિપ. અય્યતેન્દ્ર માટે આ વિશેષણનો પ્રયોગ થયો છે. વધુ ષષ્ટવપિ બ્રેષ તબ્ધ-પ્રતિપવાટ્યકથનોfમણે રાજ ઇન્દ્રોમાં તે પ્રતિષ્ઠા પ્રાપ્ત હોવાથી, ૧૧-૧૨માં દેવલોકના ઇન્દ્ર હોવાથી તેને મહાધિપ કહ્યા છે અને તે પ્રથમ અભિષેક કરે છે. વિસિયતરડું - વિશેષરૂપે નિર્મિત કરે છે. સૂત્રમાં પુષ્પ ચંગેરી વગેરે બનાવે છે, એમ દર્શાવ્યું છે. તેમાં રાજપ્રશ્રીય સૂત્રગત સૂર્યાભદેવના જન્માભિષેક સમયે જેમ પુષ્પ ચંગેરી વગેરે બનાવે છે તેમ કથન કરી વિસિયતર૬ શબ્દનો સપ્રયોજન પ્રયોગ કર્યો છે. અહીં જે સૂર્યાભદેવ સાથે તુલના કરી છે તેમાં સંખ્યાની દષ્ટિએ જ સમાનતા છે. પરંતુ ગુણની અપેક્ષા એ નહીં. સુર્યાભદેવ પ્રથમ દેવલોકના દેવ છે તેના કરતાં ૧રમાં દેવલોકના ઇન્દ્રની વિદુર્વણા શક્તિ અને તેની ગુણવત્તા અધિક હોય છે. ઝારીથી લઈ પુષ્પ ચંગેરી–પુષ્પ ગુચ્છ સુધીની ૮,000 વસ્તુ બનાવે છે. તે સંખ્યા સમાન છે. अष्ट सहस्रंपुष्पपटलकानां, इमानि वस्तुनिसूर्याभिषेकोपयोगवस्तुभि संख्ययैव तुल्यानि नतु गुणेनेत्याह विशेषिततराणि-अतिविशिष्टानि भाणितव्यानिवाच्यानि प्रथमकल्पीयदेवविकुर्वणातोऽच्युतकल्प देव विकुर्वणाया अधिकतरत्वात् । અચ્યતેન્દ્ર આભિયોગિક દેવો પાસે પર્વતો અને વનોની ઔષધિઓ; મહાદ્રહો, સમુદ્રો, તીર્થો અને મહાનદીઓનું પાણી અને માટી અભિષેક માટે એકત્રિત કરાવે છે. તીર્થકર જન્માભિષેકમાં દેવોલ્લાસ :|५५ तए णं से अच्चुए देविंदे दसहिं सामाणियसाहस्सीहि, तायतीसाए तायत्तीसएहिं, चउहि लोगपालेहिं, तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, चत्तालीसाए आयरक्खदेव-साहस्सीहिं सद्धिं संपरिवुडे तेहिं साभाविए हिं विउव्विएहि य वरकमल-पइट्ठाणेहिं, सुरभिवरवारि-पडिपुण्णेहिं, चंदणकयचच्चा-एहिं आविद्ध- कंठे गुणे हिं, पउमुप्पलपिहाणे हिं करयलसकुमालपरिग्गहिएहिं अट्ठसहस्सेणं सोवणियाणं कलसाणं जाव अट्ठसहस्सेणं भोमेज्जाणं अट्ठसहस्सेणं चंदणकलसाणं सव्वोदएहिं, सव्वमट्टियाहिं, सव्वतुवरेहि, सव्वपुप्फेहि, सव्वगंधेहिं सव्वमल्लेहिं सव्वोसहि-सिद्धत्थएहिं सव्विड्डीए जाव दुंदुहि णिग्घोस- णाइय- रवेणं महया-महया तित्थयराभिसेएणं अभिसिंचंति । ભાવાર્થ - જ્યારે અભિષેક યોગ્ય બધી સામગ્રી આવી જાય ત્યારે દેવેન્દ્ર અય્યત પોતાના દશ હજાર સામાનિકદેવો, તેત્રીસ ત્રાયશિદેવો, ચાર લોકપાલો, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિદેવો તથા ચાલીશ હજાર અંગરક્ષકદેવોની સાથે સ્વાભાવિક તેમજ વિકર્વિત શ્રેષ્ઠ કમળો પર રાખેલા, સુગંધિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ, ચંદનનો લેપ કરેલા, કાંઠા પર મંગલરૂપ દોરી બાંધેલા, કમળો તેમજ ઉત્પલોથી
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy