SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર ४२ तए णं से सक्के देविंदे देवराया चउरासीए सामाणियसाहस्सीएहिं जाव सद्धि संपरिवुडे सव्विड्डीए जावदुंदुभि-णिग्घोसणाइयरवेणं जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए चेव पणामं करेइ, करेत्ता भगवं तित्थयरं तित्थयरमायरं च तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता करयल जाव एवं वयासी- णमोत्थु ते रयणकुच्छिधारए एवं जहा दिसाकुमारीओ तहा भणइ जाव धण्णासि, पुण्णासि, तं कयत्थासि ।। ભાવાર્થ :- ત્યાર પછી પોતાના ચૌર્યાસી હજાર સામાનિક દેવો આદિથી ઘેરાયેલા શક્રેન્દ્ર સર્વ ઋદ્ધિ-વૈભવની સાથે વાવત ભિના દિવ્ય નાદ સાથે, તીર્થકર ભગવાન અને તેમની માતા સમીપે આવે છે, આવીને તેને જોતાં જ પ્રણામ કરે છે. તીર્થકર ભગવાન અને તેમની માતાને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે કરીને હાથ જોડી, અંજલિ કરીને તીર્થકર ભગવાનની માતાને આ પ્રમાણે કહે છે– “હે રત્નકુક્ષિધારિણી માતા ! તમને નમસ્કાર છે. ઇત્યાદિ દિકુમારિકા દેવીઓએ જેમ સ્તુતિ કરી તેમ સ્તુતિ કરે છે યાવત હે માતા ! આપને ધન્ય છે, આપ પુણ્યવાનું છો, કૃતાર્થ છો.” ४३ अहण्णं देवाणुप्पिए ! सक्के णामं देविंदे देवराया भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामि, तं णं तुब्भाहिं ण भाइयव्वंति कटु ओसाविणिं दलयइ दलयित्ता तित्थयरपडिरूवगं विउव्वइ, विउवित्ता तित्थयरमाउयाए पासे ठवेइ, ठवेत्ता पंच सक्के विउव्वइ, विउव्वित्ता एगे सक्के भगवं तित्थयरं करयलपुडेणं गिण्हइ, एगे सक्के पिटुओ आयवत्तं धरेइ, दुवे सक्का उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे सक्के पुरओ वज्जपाणी पगड्ढइ । भावार्थ :- " हेवानुप्रिय ! ९४वेन्द्र, विरा४ : तीर्थ-२ (भगवाननो ४न्म-महोत्सव 6४वीश. તેથી આપ ભયભીત થશો નહીં.” આ પ્રમાણે કહીને પોતાની વૈક્રિય શક્તિ દ્વારા માતાને અવસ્થાપિનીમાયામયી નિદ્રામાં પોઢાડી દે છે. પછી તે તીર્થકર સમાન બાળકની વિદુર્વણા કરે છે અને તેને માતાની પાસે મૂકી દે છે. ત્યાર પછી શકેન્દ્ર પોતાના પાંચ રૂપ બનાવે છે. એક શક્રેન્દ્ર ભગવાન તીર્થકરને કરસંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્રેન્દ્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે શક્રેન્દ્રો બે બાજુ ચામર ઢોળે છે. એક શક્રેન્દ્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ४४ तए णं से सक्के देविंदे देवराया अण्णेहिं बहूहिं भवणवइ वाणमंतर-जोइसवेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव वीईवयमाणे जेणेव मंदरे पव्वए जेणेव पंडगवणे जेणेव अभिसेयसिला जेणेव अभिसेयसीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy