SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો વક્ષસ્કાર 628 चंचुमालइय- ऊसविय-रोमकूवे, वियसिय- वरकमल णय-णवयणे, पयलिय- वरकडगतुडिय- के ऊर-मउडे कुंडल-हार विरायंत- वच्छे, पालंब - पलंबमाण- घोलंत-भूसणधरे संभमं तुरियं चवलं । ભાવાર્થ :- ઉપરોક્ત ઋદ્ધિ સંપન્ન દેવેન્દ્ર, દેવરાજ શક્રનું અંગસ્ફુરણ થાય છે. તે અંગુસ્ફુરણના સંકેતને જાણીને શકેન્દ્ર અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકે છે અને બાલ તીર્થંકર ભગવાનને જુએ છે. તીર્થંકરને જોઈને તે હૃષ્ટ અને સંતુષ્ટ ચિત્તવાળા થાય છે, પોતાના મનમાં આનંદ અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. સૌમ્ય મનોભાવ અને હર્ષાતિરેકથી તેનું હૃદય ખીલી ઊઠે છે. મેઘધારાથી આહત કદંબપુષ્પોની જેમ તેના રોમરાય પુલકિત થઈ જાય છે. ઉત્તમ કમળની જેમ મુખ અને નેત્ર વિકસિત થાય છે તેથી તેના હાથના ઉત્તમ કડા, ત્રુટિત (બાહુરક્ષિકા), બાજુબંધ, મુગટ, કાનમાં શોભતા કુંડળ અને વક્ષઃસ્થળ ઉપર શોભતા હાર કંપિત થાય છે. હર્ષાતિરેકથી શરીર કંપાયમાન થવાથી કાનના લાંબા કુંડળ, કંઠના આભૂષણો સાથે ઘર્ષિત થાય છે. २५ सुरिंदे सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्टेत्ता पायपीढाओ पच्चोरुहइ पच्चोरुहित्ता वेरुलिय-वरिट्ठ-रिट्ठ-अंजण- णिउणोवियमिसिमिसिंत मणिरयण-मंडियाओ पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता अंजलि मउलियग्ग- हत्थे तित्थयराभिमुहे सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणं अंचेइ, अंचेत्ता दाहिणं जाणुं धरणीयलंसि साहट्टु तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता कडग- तुडिय-थंभियाओ भुयाओ साहरइ, साहरित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी ભાવાર્થ :- દેવરાજ શક્ર ઉત્કંઠિત ભાવે, આદરપૂર્વક, શીઘ્ર સિંહાસન ઉપરથી ઊભા થાય છે. પાદપીઠબાજોઠ પર પગ રાખીને નીચે ઊતરે છે. નીચે ઊતરીને વૈડૂર્ય- નીલમ, શ્રેષ્ઠ રિષ્ઠ અને અંજન નામના રત્નોથી કુશળતાપૂર્વક કલાત્મક રૂપે બનાવેલી, દેદીપ્યમાન, મણિ રત્નોથી મંડિત પાદુકાઓ પગમાંથી ઉતારે છે. પાદુકાઓ ઉતારીને અખંડવસ્ત્ર- ઉત્તરીય વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે(દુપટ્ટાને મુખ પર બાંધે છે.) અગ્ર હાથને અંજલિ બદ્ઘ મુકુલિત- કમલાકાર બનાવી અર્થાત્ હાથ જોડીને જે દિશામાં તીર્થંકર ભગવાન બિરાજતા હોય તે દિશા તરફ સાત-આઠ પગલાં આગળ જાય છે, પછી પોતાના ડાબા ઘૂંટણને ઊભો રાખીને, જમણા ઘૂંટણને ભૂમિ ઉપર સ્થાપિત કરીને; પોતાનું મસ્તક ભૂમિને અડાડી; ત્રણવાર વંદન કરી; થોડા આગળ નમીને; કડાઓ, બાહુરક્ષિકા અને બાજુબંધથી સુસ્થિત ભુજાઓને ઊંચી કરીને; હાથ જોડી; અંજલિ બન્ન કરી; (જોડેલા) હાથને મસ્તકની ચોમેર ફેરવી; મસ્તક પર અંજલિ સ્થાપિત કરી આ પ્રમાણે સ્તુતિ કરે છે અને કહે છે— २६ णमोत्थुणं अरहंताणं भगवंताणं जाव सिद्धिगणामधेयं ठाणं संपत्ताणं णमो નિશાળ, નિયમયાન |
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy