SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો વક્ષસ્કાર [ ૩૯૧ | तित्थयर-माऊए य चउसु विदिसासुदीविया-हत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ:- તે કાળે, તે સમયે વિદિશા સૂચકકૂટવાસી, પોતાના સમુદાયમાં મુખ્ય એવી ચાર દિકકુમારિકા દેવીઓ યાવતું ભોગ ભોગવતી રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) ચિત્રા (૨) ચિત્ર કનકા (૩) શતેરા (૪) સૌદામિની. યાવત તેઓ તીર્થકરની માતાને "તમો ભય પામશો નહીં" તેમ કહીને, તીર્થકર અને ભગવાન તીર્થકરની માતાની ચારે વિદિશામાં હાથમાં દીપક લઈને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે. |१५ तेणं कालेणं तेणं समएणं मज्झिमरुयगववत्थव्वाओ चत्तारि दिसाकुमारी महत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं तहेव जावविहरंति, तं जहा- रूया, रुयासिया, सुरूया,रुयगावई । तहेव जावतुब्भाहिण भाइयव्वं ति कटु भगवओ तित्थयरस्स चउरंगुलवज्जं णाभिणालं कप्पेति, कप्पेत्ता वियरगं खणंति, खणित्ता वियरगे णाभिणालं णिहणंति, णिहणित्ता रयणाण य वइराण य पूरेति, पूरेत्ता हरियालियाए पेढं बंधति, बंधित्ता । ભાવાર્થ :- કાળે, તે સમયે મધ્ય ચકકૂટવાસી ચાર મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતપોતાના કૂટોમાં ભોગ ભોગવતી રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) રૂપા (૨) રૂપાસિકા (૩) સુરૂપા (૪) રૂપકાવતી. યાવત તેઓ તીર્થકરની માતાને "તમે ભય પામશો નહીં" તેમ કહી ચાર અંગુલ રાખીને તીર્થકર ભગવાનની નાભિનાળનું છેદન કરે છે. છેદન કરીને ખાડો ખોદે છે. ખાડો ખોદીને તે ખાડામાં નાભિનાળ દાટે છે અને તે ખાડાને રત્નો અને વજ(હીરા)થી પૂરે છે અને તેના ઉપર હરતાલ(લાલ માટી)ની પીઠ બાંધે છે– ઓટલો બનાવે છે. १६ तिदिसिं तओ कयलीहरए विउव्वंति । तए णं तेसिं कयलीघरगाणं बहुमज्झदेसभाए तओ चाउस्सालाए विउव्वंति । तए णं तेसिं चाउसालगाणं बहुमज्झदेसभाए तओ सीहासणे विउव्वंति, तेसि णं सीहासणाणं अयमेवारूवे वण्णावासे पण्णत्ते, सव्वो वण्णगो भाणियव्वो । ભાવાર્થ :- ઓટલાની દક્ષિણ, પૂર્વ અને ઉત્તર, આ ત્રણ દિશામાં કદલીગૃહની વિદુર્વણા કરે છે. ત્યારપછી તે દરેક કદલી ગૃહોની વચ્ચોવચ એક-એક, એમ કુલ ત્રણ, ચોથાલા-લંબચોરસ આકારવાળ ભવન વિશેષની વિદુર્વણા કરે છે. ત્યારપછી તે દરેક ચોશાલાઓની બરાબર મધ્યમાં એક-એક, એમ કુલ ત્રણ સિંહાસનોની વિદુર્વણા કરે છે. સિંહાસનોનું વર્ણન (રાજપ્રશ્રીય સૂત્ર પ્રમાણે) જાણવું.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy