SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય રત્ન પ્રાપ્ત કર્યા. સાત પંચેન્દ્રિય રત્નમાં સવારી કરવા અશ્વ રત્ન અને હસ્તિ રત્ન, સેનાને સંભાળવા સેનાધિપતિ રત્ન, રહેવાના સ્થાન પ્રાપ્ત કરવા વર્ધકીરત્ન, શુભ મુહૂર્ત કાઢવા પુરોહિત રત્ન, વિવિધ પ્રકારની રસોઈ જમવા માટે અને અને પ્રાપ્ત કરવા ગાથાપતિરત્ન, ઋતુને અનુકૂળ પાંચે ઈદ્રિયના ભોગ માટે સ્ત્રીરત્ન તથા સાત એકેન્દ્રિય રત્નમાં પ્રકાશ માટે મણિરત્ન, ગુફામાં અજવાળા પાથરવા કાંકણી રત્ન, ગુફાના દ્વાર ખોલવા, રસ્તાને સમ બનાવવા દંડરત્ન, છ ખંડનું રાજ્ય મેળવવા ક્ષેત્રાદિનું જાણપણું મેળવવા, દિશા સૂચન કરે તેવું ચક્રરત્ન; નદી પાર કરવા ચર્મરત્ન; વરસાદ, તાપ આદિનું નિવારણ કરે તેવું છત્રરત્ન; શત્રુને જીતવા, કમ્મર પર ધારણ કરાતું અસિરત્ન, આ રીતે ચૌદ રત્નો ધારણ કરી, નવ નિધાન પ્રાપ્ત કરી છ ખંડનો અધિપતિ બની હું કર્મ ચક્રવર્તીપણે પંકાયો છું. મારા પુણ્યયોગે હું જીવું ત્યાં સુધી પોલિક જગત મારી સેવા કરે પણ હું તેને પરલોકમાં સાથે લઈ જઈ શકતો નથી. જૂઓ! પૌદ્ગલિક જગતની લીલા અજબગજબની છે. જે જીવો ઉચ્ચકોટિના ભોગો ભોગવ્યા જ કરે, તે જીવ સંસારનો ત્યાગ ન કરે તો કનિષ્ઠ જગ્યામાં ધકેલાઈ જાય છે અને જેઓ તેની સાથે મિત્રની જેમ અનન્ય ભાવથી વર્તે અને મુનિવેશ ધારણ કરે તો મોક્ષમાં પહોંચી જાય છે. ત્રીજા વક્ષસ્કારના કક્ષમાં ભરત ચક્રવર્તી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે ભોગમાંથી યોગ તરફ જવાની પૂર્ણ પ્રક્રિયા ભરત રાજાના નાટકથી જોઈ આપણા માનસપક્ષીએ મનનશીલ બનીને, ત્યાંથી રવાના થઈને ચોથા ભાઈના રાજ્યમાં જવા વણથંભી યાત્રા લંબાવી. ચોથો વક્ષસ્કાર :- માનસ પક્ષી ઉડયન કરતું ચોથા વક્ષસ્કાર કક્ષમાં આવી પહોંચ્યું. ત્યાં તેણે ઉપચયકુમારનું રાજ્ય જોવા જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરી. ભરત ક્ષેત્ર જેવા ઐરાવત ક્ષેત્રને, હેમવત જેવા હરણ્યવત ક્ષેત્રને, હરિવર્ષ જેવા રમ્યક વર્ષ ક્ષેત્રને તથા મહાવિદેહ અને દેવકુઉત્તરકુરુક્ષેત્ર જેવા ક્ષેત્રોને જોયા. ત્યાં મુખ્ય સુમેરુ પર્વત અને અન્ય ઘણાં પર્વતો, સરોવરો, નદીઓ, રમણીય ઝરણાઓ આવાસો, જાત-જાતના માનવો, પશુઓ, વનખંડો કુત્રિમ અને અકુત્રિમ સર્વ સ્થાનોને જોઈને માનસ પક્ષીરાજ ઠરી ગયા અને (36
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy