SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Th( 5. લઈ જાય છે. ત્યાં સનો સંગ થતાં તેઓ અમારો સંગ છોડી દે છે. તેથી સિદ્ધાલયમાં પહોંચાડવા અમે વળાવીયા થઈએ છીએ. આ રીતે પુદ્ગલપ્રચય રાજા માનસ પક્ષીને કહે છે કે તમે જો મારું પ્રકરણ ખોલશો તો મને વિસ્તારથી પામી શકશો. બીજો વક્ષસ્કાર – આપણું માનસ પક્ષી ઊડીને કાલચક્રવાલ કુમારના દેશમાં આવી પહોંચ્યું. તે કાલચક્રવાલ કુમારના રાજમંદિરના કક્ષમાં જઈને સીધુ કાલકુમારને મળ્યું અને વિનય સહિત શિષ્ટાચારથી પૂછ્યું, આપના દેશમાં જ્યાં જોઈએ ત્યાં રમણીયતમ વાતાવરણ દષ્ટિગોચર થાય છે. પક્ષીનો કલરવ, વનસ્પતિની રસાળતા, ધરતીની મનોહરતા, ઊંચા-પહોળા મનુષ્યો યુગલના રૂપમાં દેખાય છે. શું આવું વાતાવરણ સદાકાળ રહે છે? પક્ષીની વાત સાંભળી કાલકુમાર ઉદાસીન બની ગયા. તેમણે પોતાના દેશનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. જૂઓ માનસ પક્ષીરાજ ! મારા મોટાભાઈએ દસ ક્ષેત્રનું રાજ્ય મને સોંપ્યું છે. તેમાંના બે ક્ષેત્ર આ જંબુદ્વીપમાં છે. એકનું નામ ભરત અને બીજાનું નામ ઐરાવતક્ષેત્ર. તેમાં તમે આ ભરતક્ષેત્રમાં આવ્યા છો. મારું કાર્ય સ્થિતિ નિર્માણ કરવાનું છે. મારા મોટાભાઈ પુગલનો જે માલ જીવોને આપે તે માલનું નિર્માણ કેટલો સમય રાખવું અને પછી બદલી દેવું તેનો ખ્યાલ માટે રાખવો પડે છે. મારી પાસે છ પ્રકારનો માલ હોય છે. શુભતમ, શુભતર, શુભ, અશુભ, અશુભતર, અશુભતમ. જે જીવો પાસે જેવી પુણ્ય પાપની મૂડી હોય તેવો માલ મારી પાસેથી ગ્રહણ કરી શકે છે. જ્યારે પુણ્યશાળી આત્માઓ આવે ત્યારે તે મૂલ્યવાન(શુભતમ) માલ ગ્રહણ કરે છે. તે વખતે વાતાવરણ અતિ રમણીય બની જાય છે અને ત્રણ ગાઉની ઊંચાઈવાળા માનવોને ત્રણ પલ્યોપમની સુદીર્ઘ સ્થિતિ હું પ્રદાન કરું છું. તે સમયે કેટલાક બાદ એકેન્દ્રિય જીવો તે ધરતી ઉપર અતિ રમણીય રંગ-બે રંગી પુદ્ગલોમાં સુશોભિત થઈ વનસ્પતિનું રૂપ ધારણ કરે છે. જુદા-જુદા ગુણધર્મોથી મનોહર દસ જાતિના કલ્પવૃક્ષો જીવોની મનોકામનાને પૂર્ણ કરે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy