SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર [ ૩૨૫ ] पण्णत्ते-उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे, सोलसजोयणसहस्साई पञ्च य बाणउए जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं, सीयाए महाणईए अंतेणं दो जोयणसहस्साई णव य बावीसे जोयणसए विक्खम्भेणं। तयाणंतरं च णं मायाए-मायाए परिहायमाणे-परिहायमाणे णीलवंतवासहरपव्वयंतेणं एग एगूणवीसइभागं जोयणस्स विक्खंभेणंति । से णं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं संपरिक्खित्तं, वण्णओ। सीयामुहवणस्स जाव देवा आसयंति। एवं उत्तरिल्लं पासं समत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં સીતામુખ નામનું વન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પુષ્કલાવતી ચકવર્તીવિજયની પૂર્વમાં, આ સીતામુખ નામનું વન છે. તે ઉત્તરદક્ષિણ લાંબુ અને પૂર્વપશ્ચિમ પહોળું છે. તે સીતા મુખવન સોળ હજાર પાંચસો બાણું યોજન અને બે કળા (૧૬,૫૯૨ દયો.) લાંબુ છે. સીતા મહાનદીની પાસે બે હજાર નવસો બાવીસ (૨,૯૨૨) યોજન પહોળું છે. ત્યાર પછી તેની પહોળાઈ ધીરે ધીરે ક્રમશઃ ઘટતી જાય છે અને નીલવંત વર્ષધર પર્વત પાસે તે માત્ર યોજન (એક યોજનના ૧૯ ભાગમાંથી એક ભાગ પ્રમાણ માત્ર) પહોળું રહે છે. તે સીતામુખ વન એક પઘવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલું છે. તેની ઉપર દેવી-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ લે છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ છે. આ રીતે ઉત્તરવર્તી પૂર્વમહાવિદેહ ક્ષેત્રનું (એકથી આઠ વિજય સુધીનું) વર્ણન પૂર્ણ થાય છે. १४१ विजया भणिया । रायहाणीओ इमाओ खेमा, खेमपुरा चेव, रिट्ठा रिटुपुरा तहा । खग्गी मंजूसा अवि य, ओसही पुंडरीगिणी ॥ तावइयाओ अभियोगसेढीओ, सव्वाओ इमाओ ईसाणस्स । ભાવાર્થ :- ઉત્તરવર્તી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની આઠ વિજયોનું વર્ણન કર્યું, તે આઠ વિજયોની આઠ રાજધાનીઓ આ પ્રમાણે છેગાથાર્થ - (૧) ક્ષેમા, (૨) ક્ષેમપુરા, (૩) અરિષ્ટા, (૪) અરિષ્ટપુરા, (૫) ખગ્રી, (૬) મંજૂષા, (૭) ઔષધિ (૮) પુંડરીકિણી.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy