SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ | २७ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર दुहा लवणसमुदं पुढे, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुढे । चत्तारि जोयणसयाई उड्डे उच्चत्तेणं । चत्तारि गाउयसयाई उव्वेहेणं । सोलस जोयणसहस्साई अट्ठ य बायाले जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खम्भेणं । तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं वीसं जोयणसहस्साइं एगं च पण्णटुं जोयणसयं दुण्णि य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं । तस्स जीवा उत्तरेणं जावचउणवई जोयणसहस्साई एगं च छप्पण्णं जोयणसयं दुण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं । । तस्स धणुपुटुं दाहिणेणं एगं जोयणसयसहस्सं चठवीसं च जोयणसहस्साई तिण्णि य छायाले जोयणसए णव य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं। रुयगसंठाणसंठिए, सव्वतवणिज्जमए, अच्छे सण्हे जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते । भावार्थ:-प्रश्र-भगवन ! पद्वीपभा निषध नाभनो वर्षधर पर्वतयां छ? ઉત્તર-હે ગૌતમ! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં, હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં, નિષધ નામનો પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પોતાની બંને બાજુથી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે, પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે. તે ૪00 યોજન ઊંચો છે. તે ૪૦૦ ગાઉ-૧૦૦ યોજન ભૂમિગત ઊંડો છે. તે સોળ હજાર, આઠસો બેતાલીસ યોજન બે કળા (૧૬,૮૪ર ૮ યો.) પહોળો છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બંને બાહાઓ વીસ હજાર, એકસો પાંસઠ યોજન અને અઢી કળા (૨૦૧લ્પ આયો.) લાંબી છે. તેની ઉત્તર દિશાવર્તી જીવા(લંબાઈ) ચોરાણું હજાર, એકસો છપ્પન યોજન અને બે કળા (૯૪, ૧૫યો .) છે. તેના દક્ષિણવર્તી ધનઃપૃષ્ઠની ગોળાઈ, એક લાખ, ચોવીસ હજાર ત્રણસો છેતાલીસ યોજના अनेन ४ (१, २४, ३४ र यो.) छ. તેનું સંસ્થાન રુચક નામના ગળાના આભરણ વિશેષ જેવું છે. તે રક્ત સુવર્ણમય ઉજ્જવળ અને સ્નિગ્ધ છે યાવ મનોહર છે. તેની બંને બાજુ બે પદ્મવરવેદિકા અને બે વનખંડ છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy