SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૮ | શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ભાવાર્થ :- ત્રિસોપાન શ્રેણીની આગળ તોરણો છે. તે તોરણો વિવિધ રત્નમય છે. તે તોરણો સોપાન શ્રેણીની સમીપે અનેક મણિમય થાંભલાઓ પર સ્થાપિત છે; તેમાં વચ્ચે વચ્ચે મોતીઓ જડેલા છે. તે અનેક પ્રકારના તારાઓના આકારોથી ઉપચિત છે; તે ઈહામૃગ-વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સપે, કિન્નર, મગ વિશેષ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રોથી સુશોભિત છે. તે તોરણોના થાંભલાઓ વજરત્નમયી વેદિકાયુક્ત રમણીય દેખાય છે. તે સ્તંભ યંત્રથી સંચાલિત, સમશ્રેણિક વિદ્યાધર યુગલથી યુક્ત હોય છે; રત્નોના હજારો કિરણોથી સુશોભિત, હજારો ચિત્રોથી ઉપશોભિત છે. તે થાંભલાઓ જાણે ઊડીને આંખે વળગતા ન હોય! તેવા લાગે છે. તે અનુકૂળ સ્પર્શ અને સુંદર રૂપવાળા છે; તેના પર બાંધેલી પવનથી ચલિત ઘંટડીઓ મધુર રણકાર કરે છે; તેવા તે સ્તંભો પ્રસન્નકારી યાવત્ મનોહર છે. १९ तेसि णं तोरणाणं उवरिं बहवे अटुट्ठमंगलगा पण्णत्ता, तंजहा- सोत्थिय सिरिवच्छ जाव पडिरूवा । तेसि णं तोरणाणं उवरिं बहवे किण्हचामरज्झया जाव सुक्किल्ल-चामरज्झया, अच्छा, सण्हा,रुप्पपट्टा, वइरामयदण्डा, जलयामलगंधिया, सुरूवा पासाईया जाव पडिरूवा । तेसि णं तोरणाणं उप्पिं बहवे छत्ताइच्छत्ता, पडागाइपडागा, घंटाजुयला, चामरजुयला, उप्पलहत्थगा, पउमहत्थगा जाव सय सहस्सपत्तहत्थगा, सव्वरयणामया, अच्छा जाव पडिरूवा । ભાવાર્થ:- તે તોરણ દ્વારો પર સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે આઠ-આઠ મંગલ પ્રતીકો છે યાવતુ તે મનોહર છે. તે તોરણો પર કાળા યાવત્ શ્વેત ચામરોથી અલંકૃત ધ્વજાઓ ફરકી રહી છે. તે સર્વે ધ્વજાઓ ઉજ્જવળ અને સ્નિગ્ધ છે, તે ધ્વજા રજતમય પટ અને વજરત્નના દંડથી સુશોભિત છે; તે કમળ જેવી સુગંધથી સુગંધિત અને સુરૂપ છે, ચિતને પ્રસન્ન કરનારી યાવત મનોહર છે. તે તોરણો પર ઘણા છત્ર, છત્ર પર છત્ર; પતાકા, પતાકા પર પતાકા; અનેક ઘંટોની જોડીઓ; અનેક ચામરોની જોડીઓ; ઉત્પલરાશિ, પધરાશિ, યાવત સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કમળોની રાશિ છે; તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવતું મનોહર છે. | २० तस्सणं गंगप्पवायकुंडस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे गंगादीवे णामं दीवे पण्णत्ते, अट्ठ जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए, अच्छे सण्हे जावपडिरूवे। से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खिए, वण्णओ भाणियव्वो । ભાવાર્થ :- ગંગાપ્રપાતકંડની બરાબર મધ્યમાં ગંગાદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તે આઠ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ સાધિક પચીસ યોજન છે. તે પાણીની બહાર બે ગાઉ ઊંચો છે. તે
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy