SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. બંધુવર ! જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ એ ક્ષેત્રીય ભાવોનું પ્રદર્શક વિશાળ ભાવયુક્ત ભાષામાં લખાયેલું અદ્ભુત શાસ્ત્ર છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના વિષયને તો સંપાદક મંડળ સુંદર અનુવાદ સાથે કડીબદ્ધ પ્રકાશિત કરશે, તેથી તે વિષય ઉપર બહુ જ મર્યાદિત પ્રકાશ નાંખી, હાલમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રત્યે જે વિચારધારાઓ પ્રવર્તે છે તે, તથા આજનો વૈજ્ઞાનિકયુગ, ક્ષેત્ર તથા અવકાશ મંડળના બધા ગ્રહો, ઉપગ્રહો પ્રત્યે જે વિજ્ઞાન પ્રગટ કરે છે, તેના આધારે પણ કેટલીક વિચારધારાઓ પ્રફુટિત થયેલી છે, તે વિષય પર અહીં સમાલોચના કરતા પાઠકો માટે આવશ્યક વિચાર પ્રદર્શિત કરવા બહુ જ જરૂરી છે. શાળામાં ભણતો વિદ્યાર્થી વૈજ્ઞાનિક દષ્ટિએ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર કે બીજા ગ્રહો માટે જે કાંઈ સિદ્ધ કરેલા ગણિત યુક્ત વિચારો લઈને જો આ ધર્મશાસ્ત્ર વાંચે, તો તેના મનમાં માનસિક સંઘર્ષ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. તેને આ શાસ્ત્રો કેવળી પ્રરૂપિત છે, તે શાસ્ત્રો સાથે તર્કથી વિચારણા કરવી ગેરવ્યાજબી છે, એમ કહી ઉત્તર આપવો રહ્યો. આવા પ્રશ્નોને સામે રાખી અમે અહીં બહુ જ સમાધાનકારી વલણ સાથે પ્રત્યુત્તર આપશે અને આપણા પવિત્ર શાસ્ત્રોની પવિત્ર ભાવનાઓને જરાપણ ઠેસ ન લાગે કે અવિનય, અભક્તિ ન થાય તેનો ખ્યાલ રાખી, પક્ષ-વિપક્ષની વિચારધારાને એક સૂત્રમાં લાવવા કોશિશ કરીશું. અત્યાર સુધી રાજકોટના આગમ પ્રકાશક ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રો માટે આમુખ, અભિગમ, કે તત્ત્વ દષ્ટિના જે લેખો મંગાવવામાં આવ્યા, તે શાસ્ત્રની વિષય વસ્તુનો સ્પર્શ કરી, મહિમાભાવે લખવામાં આવ્યા છે પરંતુ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વિશે જે કાંઈ અત્યારે કહેવું છે, તે શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ઊભો થયેલા 'ગજગ્રાહ" કે વિવાદને સમલક્ષી બનાવવા માટે લખવું છે પરંતુ તે ઘણું જ કઠિન છે. છતાં ગુરુકૃપાએ આવિષયમાં 25 ON .•
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy