SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષસ્કાર | २२८ | સાતે એકેન્દ્રિય રત્ન પૃથ્વીકાયમય છે. સાત પંચેન્દ્રિયરત્નમાંથી ગજરત્ન, અશ્વરત્ન તિર્યંચ છે. શેષ ચાર મનુષ્ય છે. ચક્રવર્તીની ત્રાદ્ધિ સંપદા :१३४ तए णं से भरहे राया चउदसण्हं रयणाणं, णवण्हं महाणिहीणं, सोलसण्हं देवसाहस्सीणं, बत्तीसाए रायसहस्साणं, बत्तीसाए उउकल्लाणियासहस्साणं बत्तीसाए जणवयकल्लाणियासहस्साणं, बत्तीसए बत्तीसइबद्धाणं णाडगसहस्साणं, तिण्ह सट्ठीण सूयसयाणं, अट्ठारसण्हं सेणिप्पसेणीणं, चउरासीइए आससयसहस्साणं, चउरासीइए दंतिसयसहस्साणं, चउरासीइए रहसयसहस्साणं, छण्णउइए मणुस्सकोडीणं, बावत्तरीए पुरवरसहस्साणं, बत्तीसाए जणवयसहस्साणं, छण्णउइए गामकोडीणं, णवणउइए दोणमुहसहस्साणं, अडयालीसाए पट्टणसहस्साणं, चउव्वीसाए कब्बडसहस्साणं, चउव्वीसाए मडंबसहस्साणं, वीसाए आगरसहस्साणं, सोलसण्हं खेडसहस्साणं, चउदसण्हं संवाहसहस्साणं, छप्पण्णाए अंतरोदगाणं, एगूणपण्णाएकुरज्जाणं विणीयाए रायहाणीए चुल्लहिमवंतगिस्सिागरमेरागस्स केवलकप्पस्स भरहस्स वासस्स अण्णेसि च बहूणं राईसर-तलवर जाव सत्थवाहप्पभिईणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महत्तरगत्तं आणा-ईसस्सेणावच्चंकारेमाणे पालेमाणे ओहयणिहसुकंटएसु उद्धियमलिए सु सव्वसत्तुसु णिज्जिएसु । ભાવાર્થ :- ભરતરાજા ચૌદરત્નો, નવ મહાનિધિઓ, સોળ હજાર દેવતાઓ, બત્રીસ હજાર રાજાઓ, બત્રીસ હજાર ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ હજાર જનપદકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ, ત્રણસો સાઠ રસોઈયાઓ, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ જનો, ચોર્યાસી લાખ ઘોડા, ચોર્યાસી લાખ હાથીઓ, ચોર્યાસી લાખ રથ, છનું કરોડ પદાતિ મનુષ્યો, બોતેર હજાર મહાનગરો, બત્રીસ હજાર જનપદો, છનું કરોડ ગામ, નવ્વાણું હજાર દ્રોણમુખ, અડતાલીસ હજાર પટ્ટણી, ચોવીસ હજાર કબૂટ, ચોવીસ હજાર મડંબો, વીસ હજાર ખાણો, સોળ હજાર ખેટ, ચૌદ હજાર સંબધો, છપ્પન અંતરોદકો-અંતવર્તી જળના સન્નિવેશ વિશેષો અને ઓગણપચ્ચાસ કુરાજનો-ભીલ આદિ જંગલી જાતિના રાજ્યો, આ સર્વના અને વિનીતા રાજધાનીના, ઉત્તરમાં ચુલ્લહિમવંત પર્વતથી અને ત્રણ દિશામાં સમુદ્રોથી મર્યાદિત સંપૂર્ણ ભરતક્ષેત્રના, બીજા અનેક ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વાવતુ સાર્થવાહ माहिनुमाधिपत्य-अग्रेस२५(मागवानी), मर्तृत्व(प्रभुत्व), स्वामित्व, भत्तत्व(मधिनाय४५४), આજ્ઞેશ્વરત્વ, સેનાપતિપણે સર્વાધિકૃતરૂપમાં પાલન કરતાં, આદેશનું પાલન કરાવતા, સર્વ શત્રુઓ પર વિજય પામેલા પોતાના કંટક રૂપ શત્રુઓનો નાશ કરતાં, તેઓને વશ કરતાં, દેશનિકાલ કરતાં ભારત રાજા રાજ્યનું પાલન કરે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy