SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૦૨ | શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર ९९ पट्टविही णाडगविही, कव्वस्स य चउव्विहस्स उप्पत्ती । संखे महाणिहिम्मि, तुडियंगाणं च सव्वेसि ॥ १० ॥ ભાવાર્થ - શખ નિધિ- નટ વિધિ, નાટ્ય-અભિનય વિધિ, કાવ્ય વિધિ, ધર્માદિ ચાર પ્રકારના પુરુષાર્થ અથવા સંસ્કૃતાદિ ચાર પ્રકારની ભાષા નિબદ્ધ કાવ્ય વિધિનું જ્ઞાન તથા વાદ્યોનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી વિવિધ સામગ્રી, ચિત્રો વગેરે પણ આ નિધિમાં હોય છે. ilhol चक्कट्ठपइट्ठाणा, अठुस्सेहा य णव य विक्खंभा । ૧૦૦ बारसदीहा मंजूसंठिया, जण्हवीइ मुहे ॥ ११ ॥ ભાવાર્થ – આ સર્વ નિધિઓનો આકાર મંજુષા-પટારા જેવો હોય છે. તે પ્રત્યેક નિધિને આઠ-આઠ પૈડાં હોય છે. તેની ઊંચાઈ આઠ યોજન, પહોળાઈ નવ યોજન અને લંબાઈ બાર યોજન હોય છે. ll૧૧/l वेरूलियमणिकवाडा, कणगमया विविहरयणपडिपुण्णा । १०१ ससिसूरचक्कलक्खण, अणुसमवयणोववत्ती या ॥ १२ ॥ ભાવાર્થ – આ નિધિઓના કમાડ વૈર્યમણિ જડિત સુવર્ણમય, અનેક રત્નોથી પરિપૂર્ણ ચંદ્ર, સૂર્ય તથા ચક્રના ચિહ્નથી યુક્ત તથા સમ(અવિષમ) રચનાવાળા હોય છે. ll૧રો. पलिओवमट्टिईया, णिहिसरिसणामा य तत्थ खलु देवा । १०२ जेसिं ते आवासा, अक्किज्जा आहिवच्चा य ॥ १३ ॥ ભાવાર્થ :- એક પલ્યોપમની સ્થિતિવાળા, નિધિના નામની સમાન નામવાળા દેવો તેના અધિપતિ દેવ છે. તે નિધિઓ જ તે દેવના આવાસ રૂપ છે અર્થાત તે દેવો તેમાં જ વસે છે. તેના અધિપતિ બનવાની ઇચ્છાથી કોઈ તેને ખરીદી શકતું નથી. ૧all ___एए णकणिहिरयणा, पभूयधणरयणसंचयसमिद्धा । १०३ जे वसमुपगच्छंति, भरहाहिक्चक्कवट्टीणं ॥ १४ ॥ ભાવાર્થ - આ નવ નિધિઓ ઘણા ધન, રત્નના સંચયથી સમૃદ્ધિવંત હોય છે. તે ભરતાધિપતિ ભરત વગેરે ચક્રવર્તીઓને વશવર્તી થઈ જાય છે. ll૧૪ll १०४ तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ, एवं जाव णिहिरयणाणं अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- નવનિધિ વશ થયા પછી ભરતરાજા અટ્ટમની તપસ્યા પૂર્ણ થતાં પૌષધશાળામાંથી બહાર નીકળે છે વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું થાવ નિધિ રત્નોનો અણહ્નિકા મહોત્સવ ઉજવે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy