SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ | १८८ શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર समाणीए सुसेणं सेणावई सद्दावेइ, एवं सिंधुगमो णेयव्वो जाव गंगाए महाणईए पुरथिमिल्लं णिक्खुडं सगंगासागर-गिरिमेरागं समविसमणिक्खुडाणि य ओयवेइ ओयवेत्ता अग्गाणि वराणि रयणाणि पडिच्छइ, पडिच्छित्ता जेणेव गंगामहाणई तेणेव उवागच्छइ उवागच्छित्ता दोच्चंपि सक्खंधावारबले गंगामहाणई विमलजलतुंगवीइं णावाभूएणं चम्मरयणेणं उत्तरइ, उत्तरित्ता जेणेव भरहस्स रण्णो विजयखंधावारणिवेसेजेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता अग्गाइं वराइं रयणाई गहाय जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव अंजलिं कटु भरहं रायं जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता अग्गाइं वराइं रयणाई उवणेइ । तए णं से भरहे राया सुसेणस्स सेणावइस्स अग्गाई वराई रयणाई पडिच्छइ, पडिच्छित्ता सुसेणं सेणावई सक्कारेइ, सम्माणेइ सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । तए णं से सुसेणे सेणावई भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खमइ, सेसं तहेव जाव विहरइ । ભાવાર્થ :- નૃતમાલક દેવનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી ભરત રાજા સુષેણ સેનાપતિને બોલાવે છે યાવત ગંગાનિકૂટના (ખંડ-૫) વિજય માટે કહે છે. તે સર્વ વર્ણન સિંધુ નિષ્ફટના વિજય પ્રમાણે જ જાણવું. વાવ ગંગામહાનદીનો પૂર્વી નિષ્ફટ કે જે પશ્ચિમમાં ગંગાનદી, પૂર્વમાં સમુદ્ર, ઉત્તરમાં ચુલ્લહિમવંત અને દક્ષિણમાં વૈતાઢય પર્વતની સીમાવાળો છે, તેના સમવિષમ સ્થાનો પર વિજય મેળવીને; અગ્ર શ્રેષ્ઠ રત્નો ભેટરૂપે ગ્રહણ કરીને; ગંગામહાનદી સમીપે આવીને; નાવરૂપ ચર્મરત્ન દ્વારા વિમળ જલવાળી, ઊંચા ઉછળી રહેલા તરંગવાળી ગંગા મહાનદીને, સેનાપતિ બીજીવાર સૈન્ય સહિત પાર કરે છે, પાર કરીને ભરત રાજાની છાવણી અને બાહ્ય ઉપસ્થાનશાળાની સમીપે આવે છે. આવીને અભિષિક્ત હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરે છે, નીચે ઉતરીને તે ઉત્તમ, શ્રેષ્ઠ રન લઈને, ભરત રાજા પાસે આવીને બંને હાથ જોડીને, અંજલિ કરીને, ભરત રાજાને જય-વિજય શબ્દોથી વધાવે છે; વધાવીને ઉત્તમ શ્રેષ્ઠ રત્ન જે ભેટના રૂપમાં મળ્યાં હતાં, તે રાજાને સમર્પિત કરે છે. ભરત રાજા સુષેણ સેનાપતિ દ્વારા સમર્પિત ઉત્તમ, શ્રેષ્ઠ રનનો સ્વીકાર કરે છે; રત્નોને સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કાર કરે છે, સન્માન કરે છે. તેને સત્કૃત, સન્માનિત કરીને વિસર્જિત કરે છે. ત્યારપછી આનંદપૂર્વક રહે છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. ખંડપ્રપાત ગુફા દ્વારા નિર્ગમન - | ८८ तए णं से भरहे राया अण्णया कयाइ सुसेणे सेणावइरयणं सद्दावेइ सद्दावेत्ता
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy