SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ | १८२ । શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર फुसइ, फुसित्ता तुरए णिगिण्हइ, णिगिण्हित्ता तहेव रहं ठवेइ ठवेत्ता घणुं परामुसइ जाव आयतकण्णायतं च काऊण जाव उड्डे वेहासं णिसढे समाणे खिप्पामेव बावत्तरिं जोयणाई गंता चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स मेराए णिवइए । ___ तए णं से चुल्लहिमवंतगिरिकुमारे देवे मेराए सरं णिवइयं पासइ, पासित्ता आसुरुत्ते रुढे जाव पीइदाणं-सव्वोसहिं च मालं गोसीसचंदणं कडगाणि जाव दहोदणं च गेण्हइ गेण्हित्ता ताए उक्किट्ठाए जाव उत्तरेणं चुल्लहिमवंत-गिरिमेराए अहण्णं देवाणुप्पियाणं विसयवासी, अहणं देवाणुप्पियाणं उत्तरिल्ले अंतवाले जाव पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે યાવત્ ઉત્તરપૂર્વ દિશામાં ચુલહિમવંત પર્વત તરફ પ્રયાણ કરે છે. ત્યારપછી તે ભરત રાજા દિવ્ય ચક્રને અનુસરતાં યાવત્ ચુલહિમવંત પર્વતના મધ્યભાગની તળેટીમાં, પર્વતથી ન અતિ નજીક ન અતિ દૂર પડાવ નાખે છે. ચુલહિમવંતગિરિકુમાર દેવને અનુલક્ષીને અઠ્ઠમ ગ્રહણ કરે છે. આ સંપૂર્ણ વર્ણન માગધકુમાર દેવની જેમજ જાણવું. અહીં વિશેષતા એ છે કે ભરત રાજા ઉત્તર દિશામાં ચુલ્લહિમવંત પર્વત સમીપે આવીને ચુલ્લહિમવંત પર્વત સાથે રથનો અગ્રભાગ ત્રણવાર અથડાવે છે, અથડાવીને ઘોડાની લગામ ખેંચીને રથને ઊભો રાખે છે. રથને ઊભો રાખી, ધનુષ્ય ગ્રહણ કરી, બાણને કાન સુધી ખેંચીને યાવતું તીરને ઉપર આકાશમાં છોડે છે. તે બાણ શીધ્ર ૭ર યોજન દૂર ચુલ્લહિમવંતગિરિમાર દેવના સ્થાનની સીમામાં પડે છે. ચુલ્લહિમવંત ગિરિકુમાર દેવ પ્રીતિદાન-ભેટ આપવા સર્વોષધિઓ અર્થાત્ રાજ્યાભિષેક વિધિ માટે આવશ્યક વનસ્પતિઓ, કલ્પવૃક્ષની પુષ્પમાળાઓ, ગોશીષ ચંદન, કડા વગેરે કાવત્ પદ્મદ્રહનું જળ ગ્રહણ કરી ઉત્કૃષ્ટ દેવગતિથી ભરત રાજા પાસે આવે છે અને કહે છે કે યાવતુ “ઉત્તર દિશામાં ચલહિમવંત પર્વતની સીમામાં સ્થિત આપ દેવાનુપ્રિયનો દેશવાસી બનું છું. હવેથી આપ દેવાનુપ્રિયનો ઉત્તર દિશાનો અંતપાલ-દિકપાલ છું” યાવત ભરત રાજા ચુલ્લહિમવંત ગિરિકુમારદેવને વિદાય આપે छ, ते पनि पूर्ववत् . અષભકૂટ પર નામાંકન :८२ तए णं से भरहे राया तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं परावत्तेइ, पराववेत्ता जेणेव उसहकूडे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उसहकूडं पव्वयं तिक्खुत्तो रहसिरेणं फुसइ, फुसित्ता तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता छत्तलं दुवालसंसियं अट्ठकण्णिय अहिगरणि संठियं अट्ठ सोवण्णियं कागणिरयणं परामुसइ, परामुसित्ता उसभकूडस्स पव्वयस्स पुरथिमिल्लंसि कडगंसि णामगं आउडेइ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy