SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ | १ | શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર तए णं से सुसेणे सेणावई भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्टतुट्ठ जाव करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामी! तहत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खिमइ, पडिणिक्खमित्ता जेणेव सए आवासे जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भसंथारगं संथरइ, कयमालस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ, पोसहसालाए पोसहिए बंभयारी जाव अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता ण्हाए जावसुद्धप्पवेसाई मंगलाई वत्थाई पवरपरिहिए अप्पमहग्घा-भरणालंकियसरीरे धूवपुप्फगंध-मल्लहत्थगए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खत्ता जेणेव तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ – ત્યારપછી એક દિવસ ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિય! તમે શીધ્ર જાઓ, તિમિસ ગુફાના દક્ષિણી ભાગના દ્વારનાં બન્ને દરવાજા ખોલો, ખોલીને મને જાણ કરો." ભરતરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે સુષેણ સેનાપતિ પોતાના મનમાં હર્ષિત અને સંતુષ્ટ થાય છે, પોતાના બન્ને હાથ જોડી, અંજલિબદ્ધ કરીને મસ્તકે લગાવી, “સ્વામી! જેવી આપની આજ્ઞા", એ પ્રમાણે કહીને વિનયપૂર્વક રાજાના વચનનો સ્વીકાર કરે છે, આજ્ઞા સ્વીકારીને ભરતરાજાની પાસેથી નીકળીને પોતાના નિવાસસ્થાનની પોષધશાળામાં આવે છે, આવીને દર્ભાસન પાથરે છે. દર્ભાસન પાથરીને તેના પર બેસીને કતમાલદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરે છે, પૌષધશાળામાં પૌષધ કરે છે, બ્રહ્મચર્યનો સ્વીકાર કરે છે. અક્રમ પૂર્ણ થતાં તે પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને સ્નાન ઘરમાં આવીને સ્નાન કરે છે; યાવત રાજસભામાં પ્રવેશવા યોગ્ય શ્રેષ્ઠ, માંગલિક વસ્ત્ર ધારણ કરે છે; અલ્પ વજનવાળા પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરે છે, ધૂપ, પુષ્પ, સુગંધિત પદાર્થો અને માળાઓ હાથમાં લઈને, સ્નાનગૃહમાંથી બહાર નીકળીને, તિમિસગુફાના દક્ષિણી દ્વારના કમાડ તરફ જવા પ્રયાણ रेछ. ४१ तए णं तस्स सुसेणस्स सेणावइस्स बहवे राईसर-तलवर-माडंबिय जाव सत्थ वाहप्पभिइओ अप्पेगइया उप्पलहत्थगया जाव सुसेणं सेणावई पिट्ठओ अणुगच्छंति । ભાવાર્થ-તે સમયે સુષેણ સેનાપતિની પાછળ પાછળ ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, રાજસન્માનિત વિશિષ્ટ મનુષ્યો, માંડલિક રાજાઓ જાગીરદાર અને સાર્થવાહ આદિ પોત-પોતાના હાથમાં કમળ આદિ લઈ ચાલે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy