SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર | ११ | सुसेणं सेणावई सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छाहि णं भो देवाणुप्पिया! सिंधूए महाणईए पच्चथिमिल्लं णिक्खुडं ससिंधुसागरगिरिमेरागं समविसमणिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता अग्गाइं वराई रयणाई पडिच्छाहि पडिच्छित्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ -કૃતમાલદેવનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી ભરતરાજા તેના સુષેણ નામના સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિય!સિંધુ મહાનદીના પશ્ચિમ દિશ્વર્તી ભરતક્ષેત્રના ખંડ રૂપ નિખૂટ પ્રદેશ, કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિંધુ મહાનદી, પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર અને ઉત્તરદિશામાં વૈતાઢયગિરિ વડે ઘેરાયેલ છે, તેના સમ, વિષમ વિવિધ ક્ષેત્રોને મારે આધીન કરો. તેઓને અધિકૃત કરીને ત્યાંથી તમે ઉત્તમ રત્નોને(ભેટ સ્વરૂપે-પ્રીતિદાન સ્વરૂપે) ગ્રહણ કરો. મારા આદેશ પ્રમાણે કાર્ય નિષ્પન્ન થયાના મને સમાચાર આપો." ३३ तए णं से सेणावई बलस्सणेया भरहे वासम्मि विस्सुयजसे महाबलपरक्कमे महप्पा ओयंसी तेयलक्खणजुत्ते मिलक्खुभासाविसारए चित्तचारुभासी भरहे वासंमि णिक्खुडाणं णिण्णाण य दुग्गमाण य दुप्पवेसाण य वियाणए अत्थसत्थकुसले । रयणं सेणावई सुसेणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हद्वतुट्ठचित्तमाणंदिए जाव करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामी! तहत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव सए आवासे तेणेव उवागच्छइ उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह हयगयरहपवर-जोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह त्ति कटु जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता हाए जाव मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता आभिसेक्कं हत्थिरयणं दुरूढे । ભાવાર્થ - તે સુષેણ સેનાપતિ સૈન્યના નેતા હોય છે. ભરતક્ષેત્રમાં તેમનો યશ ફેલાયેલો હોય છે, તેઓ અતિ બળવાન અને પરાક્રમી; સ્વભાવે મહાન(વિશાળ અને ગંભીર); આંતરિક ઓજયુક્ત હોવાથી ઓજસ્વી, શારીરિક તેજથી યુક્ત હોવાથી તેજસ્વી, ઉત્તમ લક્ષણથી યુક્ત, આરબી, પારસી વગેરેમાં પ્લેચ્છ ભાષાઓ નિપુણ હોય છે; શિષ્ટ ભાષી; ભરતક્ષેત્રના અવાંતર ખંડ રૂપ નિકૂટના ઊંડા, દુર્ગમ, પ્રવેશ્ય સ્થાનોના ભોમિયા અને બાણાદિ અસ્ત્ર, તલવારાદિ શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy