SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર | १४५ । करेत्तए, तं गच्छामि णं अहंपि भरहस्स रण्णो उवत्थाणीयं करेमित्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता हारं मउडं कुंडलाणि य कडगाणि य तुडियाणि य वत्थाणि य आभरणाणि य सरं च णामाहयक मागहतित्थोदगं च गेण्हइ, गिण्हित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए जयणाए सीहाए सिग्याए उद्धृयाए दिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंतलिक्खपडिवण्णे सखिखिणीयाइं पंचवण्णाई वत्थाई पवर परिहिए करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु भरहं रायं जएणं विजएणं वद्धावेइ वद्धावेत्ता एवं वयासी- अभिजिएणंदेवाणुप्पिएहि केवलकप्पे भरहे वासे पुरथिमेणं मागहतित्थमेराए तं अहणं देवाणुप्पियाणं विसयवासी, अहण्णं देवाणुप्पियाणं आणत्तीकिंकरे, अहण्णं देवाणुप्पियाणं पुरथिमिल्ले अंतवाले, तं पडिच्छंतु णं देवाणुप्पिया ! ममं इमेयारूवं पीइदाणं ति कटु हारं मउडं कुंडलाणि यकडगाणि य जावमागहतित्थोदगं च उवणेइ । तए णं से भरहे राया मागहतित्थ कुमारस्स देवस्स इमेयारूवं पीइदाणं पडिच्छइ पडिच्छत्ता मागहतित्थकुमारं देवं सक्कारेइ सम्माणेइ सक्कारेत्ता समाणेत्ता पडिविसज्जेइ ।। ભાવાર્થ – અહો ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. અમારો જીત વ્યવહાર-પરંપરાગત આચાર છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યવર્તી માગધતીર્થના અધિષ્ઠાતા દેવકુમારો ત્યાં જઈને રાજાને ભેટ આપે. તેથી હું પણ જાઉં અને જઈને ભરત રાજાને ઉપહાર-ભેટ આપું. ॥ प्रभारी विया२रीने ते डार, भुगट, कुंड,, 351, पशुध, वस्त्र, विविध सा२, (भरतन। નામથી) નામાંકિત બાણ અને માગધતીર્થનું રાજ્યાભિષેક યોગ્ય) પાણી ગ્રહણ કરે છે. તે બધું લઈને તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ સિંહની ગતિ જેવી પ્રબળ, શીઘ્રતાયુક્ત, તીવ્રતાયુક્ત, દિવ્ય દેવગતિથી ભરત રાજા પાસે આવે છે. ત્યાં ભરત રાજા પાસે આવીને નાની ઘૂઘરીઓના રણકારયુક્ત, પંચરંગી ઉત્તમ વસ્ત્ર પહેરેલા તે દેવ આકાશમાં જ ઊભા રહીને દસે નખ ભેગા થાય તેમ બન્ને હાથ જોડીને, મસ્તકે અડાડી અંજલિ પૂર્વક ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિય! આપે પૂર્વ દિશામાં માગધતીર્થ સુધી સંપૂર્ણ ભરત ક્ષેત્રને સારી રીતે જીતી લીધું છે. હું આપ દેવાનુપ્રિયનો દેશનિવાસી છું, આપ દેવાનુપ્રિયનો આજ્ઞાનુવર્તી સેવક છું, આપનો પૂર્વદિશાનો અંત પાળ છું, ઉપદ્રવનિવારક છું. તેથી આપ મારા આ પ્રીતિદાન-ભેટનો સ્વીકાર કરો." આ પ્રમાણે કહીને હાર, મુગટ, કુંડળ, કટક યાવતું માગધતીથોદક વગેરે ભરત રાજાને ભેટ રૂપે અર્પણ કરે છે. ભરતરાજા માગધ તીર્થકુમારના પ્રતિદાનનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને માગધ તીર્થકુમાર
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy