SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર आयतकण्णायतं च काऊण उसुमुदारं इमाइं वयणाइं तत्थ भाणिय से णरवईहंदि सुणंतु भवंतो, बाहिरओ खलु सरस्स जे देवा । णागासुरा सुवण्णा, तेसिं खु णमो पणिवयामि ॥१॥ हंदि सुणंतु भवंतो, अब्भितरओ सरस्स जे देवा । णागासुरा सुवण्णा, सव्वे मे ते विसयवासी ॥२॥ इति कट्टु उसुं णिसिर । परिगर-णिगरिय-मज्झो, वाउगुय-सोभमाणकोसेज्जो । વિત્ત સોમ ધણુવરેખ, ફ્લોવ્ન પ્રજ્વલ્લું રૂા तं चंचलायमाणं, पंचमिचंदोवमं महाचावं । छज्जइ वामे हत्थे, णरवइणो तंमि विजयंमि ॥४॥ ૧૪૩ ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા ઘોડાની લગામ ખેંચીને રથ ઊભો રાખી ધનુષ્ય ઉપાડે છે. તે ધનુષ્ય તત્કાલ ઉદિત બાળચંદ્ર(શુક્લ પક્ષી બીજના ચંદ્ર) અને મેઘધનુષ્ય સદશ આકારવાળું હોય છે; શ્રેષ્ઠ ભેંસના સુદઢ, સઘન-નિચ્છિદ્ર, રમણીય શીંગડા જેવું શ્રેષ્ઠ હોય છે; તે ધનુષ્યનો પૃષ્ઠભાગ ઉત્તમ નાગ, મહિષશ્રૃંગ, કોયલ, ભ્રમર સમૂહ, નીલી ગુટિકા સમ ઉજ્જવળ, કાળી કાંતિવાળો, તેજથી જાજ્વલ્યમાન અને નિર્મળ હોય છે; નિપુણ કારીગરો દ્વારા બનાવેલી મણિરત્નની ચમકતી ઘંટડીઓ(ઘૂઘરીઓ)થી વેષ્ટિત હોય છે; તે ધનુષ્ય વિજળી સદશ નવીન કિરણવાળું, સુવર્ણ નિર્મિત ચિહ્નોવાળું હોય છે. તે ધનુષ્ય ઉપર(શૌર્યના ચિહ્નરૂપે) દર્દર અને મલય ગિરિના શિખરસ્થ સિંહની કેશરાલના વાળ બાંધ્યા હોય છે; (શોભા માટે ચમરી ગાયના વાળ બાંધ્યા હોય છે;) તે અર્ધ ચંદ્રના ચિહ્નથી અંકિત હોય છે. તેની જીવા(પ્રત્યંચા) કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેતવર્ણી સ્નાયુઓથી બંધાયેલી હોય છે. શત્રુના જીવનનો અંત કરનારા, ચંચળ પ્રત્યંચાવાળા એવા તે ધનુષ્યને નરપતિ ગ્રહણ કરે છે. તત્પશ્ચાત્ બાણ ગ્રહણ કરે છે. તે બાણના બંને અંતભાગ વજ્રમય હોય છે. તેનો અગ્રભાગ અભેધ હોવાથી વજ્ર જેવો સાર સંપન્ન હોય છે. તેના પૃષ્ઠ ભાગ ઉપર મણિઓ અને રત્નો સુવર્ણથી જડેલા હોય છે અને નિપુણ કારીગરથી નિર્મિત હોય છે. તેની ઉપર વિવિધ પ્રકારના મણિરત્નોથી ચક્રવર્તીનું નામ અંકિત હોય છે. તે બાણને ગ્રહણ કરી તેના મૂલ ભાગને યથાસ્થાને સ્થાપિત કરીને ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે અને પ્રત્યંચાને કાન સુધી ખેંચીને આ પ્રમાણે બોલે છે– ગાથાર્થ– મારા બાણમાં અંકિત ક્ષેત્રસીમાના બર્હિભાગમાં રહેનારા “હે નાગકુમાર, અસુરકુમાર, સુવર્ણકુમાર દેવો ! તમે સાંભળો, હું તમને પ્રણામ કરું છું‘. ॥૧॥ મારા બાણમાં અંકિત ક્ષેત્રની અંદર રહેનારા, “હે નાગકુમાર, અસુરકુમાર સુવર્ણકુમાર દેવો ! તમે સાંભળો, તમે મારા બાણના વિષય ભૂત છો.અર્થાત્ તમે મારી નિશ્રા સ્વીકાર કરો“ ।।૨। આ પ્રમાણે
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy