SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ५ तए णं से भरहे राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! विणीयं रायहाणिं सब्भितस्बाहिरियं आसिय संमज्जिय सित्त सुइग रत्थंतरवीहियं, मंचाइमंचकलियं, णाणाविहरागवसणऊसिक्झयपडागाइपडाग-मंडियं, लाउल्लोइयमहियं, गोसीससरसरत्तदद्दरदिण्णापंचंगुलितलं उवचिय चंदणकलसं, चंदणघङसुकतोरणपडिदुवास्देसभायं, गंधुद्धयाभिरामं, सुगंधवरगंधियं, गंधवट्टिभूयं करेह, कारवेह, करेत्ता, कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणह। ૧૩૨ तणं ते कोडुंबिय पुरिसा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्ठ जाव अंजलिं कट्टु एवं सामित्ति आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता भरहस्स अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता विणीयं रायहाणि जाव गंधवट्टिभूयं करेत्ता, कारवेत्ता य तमाणत्तियं पच्चपिणंति । ભાવાર્થ :- ત્યારપછી તે ભરત રાજા પોતાના કૌટુંબિક પુરુષોને(આજ્ઞાંકિત સેવકોને) બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર વિનીતા નગરની અંદર-બહાર ચારેબાજુ ગંધોદક છાંટીને, કચરો કાઢીને એકદમ સ્વચ્છ અને સાફ કરો; રાજમાર્ગ અને અન્ય માર્ગો પર દર્શકોને બેસવા મંચ ઉપર મંચ બનાવી તેને સુસજ્જિત કરો; વિવિધ પ્રકારના રંગીન વસ્ત્રોની, સિંહાદિના ચિહ્નથી અંકિત ધ્વજાઓ, ઊંચી અને લાંબી પતાકાઓ તથા તે પતાકાની ઉપર-ઉપર રહેતી અતિપતાકાઓથી સુશોભિત કરો; નગરીના પ્રાસાદોની જમીનને છાણથી લીંપાવી, દિવાલોને ચૂનાથી ધોળાવી, ગોશીર્ષ, સરસ, રક્તચંદન અને દર્દરચંદનથી પાંચ અંગુલિયુક્ત પંજાના છાપા મરાવો, પ્રાસાદના દ્વાર પર ચંદન કળશો મૂકાવો, ચંદન કળશને તોરણના આકારમાં સ્થાપિત કરો, સુગંધી ધૂપથી નગરીને અભિરામ બનાવો. તે નગરી જાણે સુગંધની ગોળી ન હોય ! તેવી તેને સુગંધિત કરો, કરાવો, તેમ કરી, કરાવી મને તે કાર્ય થઈ ગયાની સૂચના આપો. ભરત રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સેવકો ખૂબ હર્ષિત અને પ્રસન્ન થઈને હાથ જોડીને “સ્વામીની જેવી આજ્ઞા" આ પ્રમાણે કહીને આજ્ઞાને શિરોધાર્ય કરે છે. આજ્ઞા શિરોધાર્ય કરીને ભરત રાજાની પાસેથી જાય છે અને જઈને રાજાના આદેશ પ્રમાણે વિનીતા રાજધાનીને શણગારીને, સુગંધિત કરીને, રાજાની પાસે આવીને, આજ્ઞાપાલન કર્યાના સમાચાર આપે છે. ६ तए णं से भरहे राया जेणेव मज्जणघरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता समुत्तजालाकुलाभिरामे, विचित्तमणिरयणकुट्टिमतले रमणिज्जे ण्हाणमंडवंसि, णाणामणि रयणभत्तिचित्तंसि ण्हाणपीढंसि, सुहणिसण्णे, सुहोदएहिं, गंधोदएहिं, पुप्फोदएहिं, सुद्धोदएहिं य पुण्णे कल्लाणगपवरमज्जणविहीए मज्जिए ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy