SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી વક્ષસ્કાર | ११३ । થાય છે. મહાકાળના પ્રારંભ સાથે પુનઃ તેનો પ્રારંભ થાય છે. આ રીતે બાલવ કરણ, અભિજીત નક્ષત્રમાં ઉત્સર્પિણીકાલનો પ્રારંભ થાય છે. વણદિનો વહિ કમ – ઉત્સર્પિણી કાળમાં સમયે સમયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, સંઘયણાદિ પર્યાયો અનંતગુણ વૃદ્ધિ પામતા રહે છે. અવસર્પિણી કાળમાં જે ક્રમથી વર્ણાદિ પર્યાયો ક્ષીણ થતા હતા તે જ ક્રમથી ઉત્સર્પિણીકાળમાં તે અનંતગુણ વૃદ્ધિ પામે છે. શેષ મનુષ્યો, આહાર, ગતિ વગેરે સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરા જેવું હોય છે. દુષમા નામનો બીજો આરો :११८ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले विइक्कते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिवुड्डीए परिवड्डेमाणे परिवड्डेमाणे एत्थ णं दूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ:- તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો અનંતગુણ પરિવર્ધિત થતાં ૨૧,000 વર્ષનો પહેલો આરો પૂર્ણ થશે ત્યારે દુષમા' નામનો બીજો આરો શરૂ થશે. ११९ तेणं कालेणं तेणं समएणं पुक्खलसंवट्टए णामं महामेहे पाउब्भविस्सइ भरहप्प- माणमेत्ते आयामेणं, तदणुरूवं च णं विक्खंभबाहल्लेणं । तए णं से पुक्खलसंवट्टए महामेहे खिप्पामेव पतणतणाइस्सइ, पतणतणाइत्ता खिप्पामेव पविज्जुयाइस्सइ, पविज्जुयाइत्ता खिप्पामेव जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं धाराहिं ओघमेघं सत्तरत्तं वासं वासिस्सइ, जे णं भरहस्स वासस्स भूमिभागं इंगालभूयं, मुम्मुरभूयं, छारियभूयं, तत्तकवेल्लगभूयं, तत्तसमजोइभूयं णिव्वाविसइ । ભાવાર્થ :- ઉત્સર્પિણી કાળના, દુષમા નામના બીજા આરાના સમયમાં પુષ્કર સંવર્તક નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ, પહોળાઈ, જાડાઈમાં ભરતક્ષેત્ર પ્રમાણ થશે અર્થાત્ સંપૂર્ણ ભરતક્ષેત્રને તે વ્યાપ્ત કરશે. ક્ષણ માત્રમાં આખા ભરતક્ષેત્રમાં વ્યાપ્ત થઈને તે ગર્ભશે, વીજળીના ચમકારા કરશે, વિધુત યુક્ત થઈને તુરત જ તે રથના ધુસર પ્રમાણ, સાંબેલા અને મુટ્ટી પ્રમાણ મોટી ધારાથી સાત રાત-દિવસ સુધી સર્વ ક્ષેત્રમાં એકસરખો(તે મેઘ) પાણીને વરસાવશે. તે વરસાદ ભરત ક્ષેત્રની અંગારમયી, મુર્મુરમયી, ક્ષારમયી, તપેલા નળીયા જેવી તખ, જવાલાવાળી અગ્નિ જેવી દાહક ભૂમિને શીતળ કરશે. १२० तसि च णं पुक्खलसंवट्टगंसि महामेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि ए त्थ णं खीरमेहे णामं महामेहे पाउब्भविस्सइ, जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहवासस्स भूमीए वणं गंधं रसं फासं च जणइस्सइ ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy