SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી વક્ષસ્કાર [ ૧૧૧] શાશ્વતી ગંગા સિંધુની હાનિ વિષયક શંકા સમાધાન – ગંગા–સિંધુ નદી શાશ્વતી છે, તેના ઉદ્ગમ સ્થાનભૂત ચલહિમવંત પર્વત પર આરાઓનું પરિવર્તન થતું નથી, તો તેમાંથી નીકળતી ગંગા-સિંધુ નદીના પાણીમાં હાનિ કેમ થાય? અને જો તેમ થતું હોય તો તે શાશ્વત કેમ કહેવાય? સમાધાન - ગંગા સિંધુ નદી ચલહિમવંત પર્વતમાંથી નીકળી પ્રપાતકુંડમાં પડે અને તે કુંડમાંથી બહાર નીકળે ત્યાં સુધી ગંગાનદીના પ્રવાહમાં કિંચિત્ પણ હાનિ થતી નથી. ત્યારપછી શુભકાળના પ્રભાવે બીજી હજારો નદીઓ તેમાં મળવાથી તેનો પ્રવાહ વધતો જાય છે પરંતુ આ છઠ્ઠા આરામાં દુષ્ટકાળના પ્રભાવે બીજી નદીઓનો પ્રવાહ તેમાં મળશે નહી, અત્યંત તાપથી આ પ્રવાહ સુકાય જશે. પરંતુ પદ્માદિ દ્રહમાંથી તેનો પ્રવાહ સતત વહ્યા કરશે અને સમુદ્ર સુધી અલ્પ પ્રમાણમાં પણ તે વહેતી જ રહેશે છે તે અપેક્ષાએ તે બંને નદીઓ શાશ્વત છે. છઠ્ઠા આરાના મનુષ્ય-તિર્યંચોની ગતિ - છઠ્ઠા આરાના મનુષ્યો અને તિર્યચો પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, ક્લિષ્ટ પરિણામી થશે. તેથી તેઓ નરક અને તિર્યંચ ગતિમાં જશે. પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો હોવાથી જણાય છે કે કેટલાક મનુષ્યો ક્ષુદ્રાન-તુચ્છ ધાન્યનો આહાર કરનારા અને અકિલષ્ટ અધ્યવસાયવાળા હશે. તેવા કોઈક જીવો સ્વર્ગે પણ જશે. સંક્ષેપમાં આ કાલમાં ભરતક્ષેત્રની સ્થિતિ અત્યંત સંકટાપન્ન, ભયંકર, હૃદયવિદારક, અનેક રોગોત્પાદક, અત્યંત શીત, તાપ, વર્ષાદિથી દુઃસહ્ય હશે. ળિોયકૂવા :- છઠ્ઠા આરાના મનુષ્યોના નિવાસ સ્થાન રૂ૫ ૭૨ બિલ છે. તેના માટે વિશેષણરૂપે સૂત્રકારે 'fોયમૂયા' શબ્દ પ્રયોગ કર્યો છે. નિગોદભૂત-નિગોદ જેવા ૭ર બિલમાં મનુષ્યો, પશુઓ, પક્ષીઓ નિવાસ કરશે. નિગોદ વનસ્પતિના અનંતા જીવો એક શરીરમાં સાથે રહે છે. પરંતુ પરસ્પર બાધક બનતા નથી. તે જ રીતે છઠ્ઠા આરાના મનુષ્યો, પશુઓ, પક્ષીઓ એક સાથે વૈતાઢય પર્વતના બિલરૂપ આવાસોમાં એક સાથે રહેશે પરંતુ પરસ્પર એકબીજાને બાધક બનશે નહીં. અત્યંત હર્ષ કે અત્યંત શોકજન્ય પરિસ્થિતિમાં જીવો પ્રાયઃ વૈરભાવને ભૂલીને સાથે રહે છે. શ્રી જ્ઞાતાસૂત્ર વર્ણિત દાવાનલના સમયે પણ હિંસક અહિંસક સર્વ પ્રકારના પશુ-પક્ષીઓ એક જ મેદાનમાં રહ્યા હતા. ત્યાં પણ સુત્રકારે નિગોદ ભૂત શબ્દ પ્રયોગ કર્યો છે. ઉત્સર્પિણી દુઃષમદુષમા પહેલો આરો:११६ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले वीइक्कंते आगमिस्साए उस्सप्पिणीए सावणबहुलपडिवए बालवकरणंसि अभीइणक्खत्ते चोइसपढमसमये अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिवुड्डीए परिवड्डमाणे एत्थ णं दूसमदूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो !
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy