SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી વક્ષસ્કાર ( ૮૧ | અપ્રતિબદ્ધ અર્થાતુ આ લોકના અને દેવભવના સુખમાં તૃષ્ણારહિત, જીવન અને મરણની આકાંક્ષારહિત, સંસાર પાર કરવા અને કર્મ સંબંધનો વિચ્છેદ કરવા માટે અભ્યસ્થિત-પ્રયત્નશીલ બની વિચરણ કરતા હતા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન ઋષભદેવના છપસ્થીકાળનું, સંયમ સાધનાનું વર્ણન છે. વોરકુwાપ:- વ્યસૂકાય. ભગવાને દીક્ષા લીધી ત્યારથી તેઓ વિસર્જિત કાયાવાળા અર્થાત્ સ્નાન, વિભૂષા, વાળ સમારવા, નખાદિને સંસ્કારિત કરવા રૂપ શરીરની સાર સંભાળના ત્યાગી હતા. વિચારે – ત્યક્ત દેહ. શરીર પરના મમત્વને તેઓએ ત્યાગી દીધું હતું. તેથી ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હતા. અન્ય દ્વારા થતી અનુકૂળતા અને પ્રતિકૂળતાને સમભાવે સહન કરતા હતા. ૩વસT:- ઉપસર્ગ એટલે ઉપદ્રવ. દેવ, મનુષ્ય, તિર્યંચો દ્વારા જે ઉપદ્રવો કરવામાં આવે તેને ઉપસર્ગ કહે છે. તેમાં કેટલાક અનુલોમ = અનુકૂળ હોય અને કેટલાક પ્રતિલોમ = પ્રતિકૂળ હોય છે. અનુકૂળ ઉપસર્ગો– રાગાત્મક ઉપદ્રવો, જીવને ગમે તેવા સુખદાયી ઉપદ્રવોને અનુકૂળ ઉપસર્ગ કહે છે. જેમ કે કોઈ વંદન કરે, માન-સન્માન કરે વગેરે. પ્રતિકૂળ ઉપસર્ગો- દ્વેષાત્મક ઉપદ્રવો. જીવને ન ગમે તેવા દુઃખદાયી ઉપદ્રવોને પ્રતિકૂળ ઉપસર્ગ કહે છે. જેમ કે માર પડવો વગેરે. ભગવાન આ ઉપસર્ગોને શાંતિપૂર્વક સહન કરતા હતા. તેને માટે સૂત્રકારે ચાર શબ્દનો પ્રયોગ કર્યો છે. સહ-કોઈપણ પ્રકારના ભય વિના સહન કરવું, હમ ઉપસર્ગ તથા તેના કર્તા પ્રત્યે ક્રોધ કર્યા વિના ક્ષમાભાવપૂર્વક સહન કરવું, ખમવું. રિતિભા ઉપસર્ગના સમયે દીન બનતા ન હતા. અદીન ભાવે સહન કરતા હતા. દિયારે- ઉપસર્ગ સમયે વિચલિત થતાં નહીં. અવિચલ ભાવે વૈર્ય અને પ્રસન્નતા પૂર્વક સહન કરતા હતા. ભગવાન સંયમ સ્વીકાર પછી રાગ-દ્વેષથી રહિત ભાવે સમિતિ-ગુપ્તિનું પાલન કરતા હતા. સમિતિ- સમિતિઃ સાચવ પ્રવૃત્ત | ગમનાદિ ક્રિયાઓની સમ્યક પ્રવૃત્તિને સમિતિ કહે છે. ઈસમિતિ- સમ્યક રીતે ગમનાગમનની પ્રવૃત્તિ. ભાષા સમિતિ-હિત, મિત, મૃદુ, નિરવદ્યાદિ ભાષા બોલવી, એષણા સમિતિ- નવકોટિ વિશુદ્ધ આહાર, વસ્ત્રાદિનું ગ્રહણ કરવું. આદાન ભંડમત નિખેવણા સમિતિ-વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોને ઉપયોગપૂર્વક, લેવા, જોઈને પોંજીને મૂકવા. ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ- મળ, મૂત્ર, કફ, મેલ, નાકની લીંટ વગેરેનો જીવ જંતુ રહિત સ્થાનમાં ત્યાગ કરવો. મન, વચન, કાયાની સમ્યપ્રવૃત્તિને મનસમિતિ વગેરે કહે છે. અહીં વચન સમિતિનો સમાવેશ ભાષા સમિતિમાં, કાય સમિતિનો સમાવેશ ઈર્યાસમિતિ વગેરેમાં થઈ જાય છે છતાં તેનું મહત્વ અને આદર પ્રદર્શિત કરવા સમિતિરૂપે કથન કરવામાં આવ્યું છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy