SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પર | શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રશ્ન- હે ભગવન્ ! શું તેનો આસ્વાદ એક લાખ સુવર્ણમુદ્રાઓથી નિષ્પન્ન, કલ્યાણકારક, અતિસુખપ્રદ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને પ્રશસ્ત સ્પર્શયુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય(વિશેષ આસ્વાદ યોગ્ય), જઠરાગ્નિને ઉદીપ્ત કરનાર, ઉત્સાહ અને સ્કૂર્તિ વધારનાર, આહ્વાદ ભાવ વધારનાર, બૃહણીયશરીરની ધાતુઓની વૃદ્ધિ કરનાર, પ્રલાદનીય-ઇદ્રિય અને શરીરને પુષ્ટ કરનાર ચક્રવર્તીના ભોજન જેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે પુષ્પ અને ફળોનો આસ્વાદ, તે ભોજન કરતાં વધુ ઇષ્ટતર યાવત વધુ મનોગમ્ય હોય છે. | २३ ते णं भंते! मणुया तमाहारं आहारेत्ता कहिं वसहिं उर्वति? गोयमा! रूक्खगेहालया णं ते मणुया पण्णत्ता । तेसि णं भंते ! रूक्खाणं केरिसए आयास्भाक्पडोयारे पण्णत्ते ? गोयमा ! कूडागारसंठिया, पेच्छाच्छत्तझय-थूभतोरणगोउर वेइया. चोप्फालग-अट्टालगपासायहम्मियगवक्खवालग्गपोइया वलभीघस्संठिया । अण्णे इत्थ बहवे वरभवणविसिट्ठसंठाणसंठिया दुमगणा सुहसीयलच्छाया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો તેવા પ્રકારના આહારનું ભોજન કરતાં ક્યાં રહે છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તે મનુષ્યો વૃક્ષ રૂપી ઘરોમાં રહે છે. પ્રશ્ન- હે ભગવન્! તે વૃક્ષોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તે વૃક્ષ કટ, પ્રેક્ષાગૃહ-નાટયગૃહ, છત્ર, ધ્વજા, રૂપ- ચબુતરો, તોરણ, ગોપુરનગરદ્વાર, વેદિકા-બેસવા યોગ્ય પાળી, ચોપાડ- ફળિયું, અટ્ટાલિકા-અટારી, બારીઓ, પ્રાસાદ-શિખરબંધી દેવભવન અથવા રાજભવન, હવેલીઓ, ઝરૂખા, જળમહેલ અને વલભીગૃહ જેવા આકારવાળા હોય છે. તેમજ શ્રેષ્ઠ ભવનો વગેરે અન્ય ઘણા પ્રકારના આકારવાળા શુભ-શીતળ છાયાવાળા વૃક્ષો હોય છે. २४ अत्थि णं भंते! तीसे समाए भरहे वासे गेहाइ वा गेहावणाइ वा ? गोयमा! णो इणढे समढे, रूक्खगेहालया णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે? શું ગેહાપણ- દુકાનો અથવા બજાર હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સમયે ઘર વગેરે હોતા નથી. તે મનુષ્યોને માટે વૃક્ષ તે જ ઘર રૂપ હોય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy