SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર १८ ते णं मणुया ओहस्सरा, हंसस्सरा, कोंचस्सरा, णंदिस्सरा, णंदिघोसा, सीहस्सरा, सीहघोसा, सूसरा, सुसरणिग्घोसा, छाया यवोज्जोवियंगमंगा, वज्ज रिसहणाराय- संघयणा, समचउरंससंठाण संठिया, छकिणिरातंका, अणुलोम वाउवेगा, कंकग्गहणी, कवोयपरिणामा, सउणिपोसपिटुंतरोरु-परिणया, छद्धणुसहस्समूसिया । ભાવાર્થ:- તે સમયના મનુષ્ય(સ્ત્રી પુરુષો) ઓઘસ્વરા- મેઘ જેવા ગંભીર સ્વરવાળા, હંસ જેવા મધુર સ્વરવાળા, ક્રૌંચ પક્ષી જેવા દીર્ઘ સ્વરવાળા, નંદી સ્વરા- દ્વાદશવિધ તૂર્ય વાજિંત્ર સમુદાયના સ્વર જેવા સ્વરવાળા, નંદીના ઘોષ-નાદ જેવા ઘોષવાળા, સિંહ જેવા બલિષ્ઠ સ્વરવાળા, સિંહના ઘોષ જેવા ઘોષવાળા, સુસ્વરા, સુસ્વરઘોષવાળા, શરીર પ્રભાથી પ્રકાશિત અંગવાળા અર્થાત્ શરીરના અંગેઅંગમાંથી ફેલાતી ઉર્જાવાળા, વજ8ષભનારાચ સંઘયણવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, ચર્મરોગરહિત ત્વચાવાળા હોય છે. તેઓ અનુકુળ વાયુવેગવાળા, કંકપક્ષીની જેમ નિર્લેપ ગુદાવાળા, કપોત-કબૂતરની જેવી પ્રબળ પાચનશક્તિવાળા(કબૂતર પત્થરને પણ પચાવી શકે છે.) પક્ષી જેવી બાહ્ય ગુદા, ગુપ્તાંગ અને ઉરુવાળા તથા ૬૦૦૦ ધનુષ્યની ઊંચાઈવાળા હોય છે. | १९ तेसिणं मणुयाणं बेछप्पण्णा पिटुकरंडकसया पण्णत्ता समणाउसो ! पउमुप्पल गंधसरिसणीसाससुरभिवयणा । ते णं मणुया पगझ्भया पगडवसंता, पगईपयणुकोहमाणमायालोभा, मिउमद्दक्संपण्णा, अल्लीणा, भद्दगा, विणीया, अप्पिच्छा, असण्णिहिसंचया, विडिमंतस्पस्विसणा, जहिच्छियकामकामिणो । ભાવાર્થ – હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને અસ્થિમય ૨૫૬ પાંસળીઓ હોય છે. પદ્મ અને કમળ જેવા સુગંધી શ્વાસોશ્વાસથી તેમનું મુખ સુવાસિત રહે છે. તે મનુષ્યો પ્રકૃતિથી શાંત સ્વભાવવાળા, પ્રકૃતિથી મંદ ક્રોધ, માન, માયા અને લોભવાળા, કોમળ અને સરળ વ્યવહારવાળા હોય છે. તેઓ અલીન-વિષયોમાં અતિલીન હોતા નથી, ભદ્ર-કલ્યાણ ભાગી, વિનીત, અલ્પેચ્છા-મણિ, સુવર્ણ વગેરે પ્રતિ અલ્પ મમત્વી, તેના અસંગ્રાહક હોય છે. તેઓનો નિવાસ પ્રાસાદાકાર વૃક્ષમાં હોય છે, તેઓ યથેચ્છ–ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવનારા હોય છે. २० तेसि णं भंते ! मणुयाणं केवझ्कालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा! अट्ठमभत्तस्स आहारट्टे समुप्पज्जइ, पुढवीपुप्फ फलाहारा णं ते मणुया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યોને કેટલા સમય પછી આહારની ઇચ્છા થાય છે? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તેઓને ત્રણ દિવસ પછી આહારની ઇચ્છા થાય છે અને તે પૃથ્વી અને પુષ્પ, ફળનો આહાર કરે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy