SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि । ___ एवं णिरंतरं जाव वेमाणियस्स । णवरं- मणूसस्स अतीता वि पुरेक्खडा वि जहा णेरइयस्स पुरेक्खडा । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! એક-એક નારકીને ભૂતકાળમાં કેટલા આહારક સમુદ્યાતો થયા છે? ઉત્તર– હે ગૌતમ ! કોઈક નૈરયિકને થયા છે અને કોઈક નૈરયિકને થયા નથી. જેને ભૂતકાલીન આહારક સમુદ્યાત થયા હોય છે, તેને પણ જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ થયા હોય છે. પ્રશ્ન- હે ભગવન્! એક-એક નારકીને ભવિષ્યકાલીન કેટલા આહારક સમુદુઘાતો થશે? ઉત્તરહે ગૌતમ ! કોઈક નૈરયિકને થશે અને કોઈક નૈરયિકને થશે નહીં. જેને થશે, તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર આહારક સમુઘાત થશે. આ જ રીતે (અસુરકુમારોથી લઈને વૈમાનિક પર્યતના સર્વદંડકના જીવોમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે મનુષ્યના અતીત અને અનાગતકાલીન આહારક સમુઘાતનું કથન નારકીના અનાગતકાલીન આહારક સમુદ્યાતના કથનની સમાન છે અર્થાત્ અતીત અને અનાગતકાલીન બંનેમાં ઉત્કૃષ્ટ ચાર-ચાર સમુદ્દાત કહેવા જોઈએ. १० एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया केवलिसमुग्घाया अतीता? गोयमा! णत्थि । केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि एक्को । एवं जाव वेमाणियस्स, णवरं- मणसस्स अतीता कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अस्थि एक्को । एवं पुरेक्खडा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક-એક નારકીને ભૂતકાળમાં કેટલા કેવળી સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ થયા નથી. પ્રશ્ન- હે ભગવન્! એક-એક નારકીને ભવિષ્યકાલીન કેટલા કેવળી સમુદ્યાત થશે? ઉત્તર- હે ગૌતમ! કોઈક નૈરયિકને ભવિષ્યકાલમાં કેવળી સમુદ્યાત થશે અને કોઈક નૈરયિકને થશે નહીં, જેને થશે તેને એક જ થશે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કોઈક મનુષ્યને ભૂતકાલીન કેવળી સમુદ્યાત થયા હોય છે, કોઈકને હોતા નથી. જેને હોય છે, તેને એક જ હોય છે. આ જ રીતે ભવિષ્યકાલીન કેવળી સમુદ્યાતનું કથન પણ જાણવું જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના એક-એક જીવના અતીત, અનાગત વેદનાદિ સમુઠ્ઠાતોની સંખ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૧) વેદના સમુદ્રઘાત - એક નારકીની અપેક્ષાએ ભૂતકાળમાં અનંતા વેદના સમુદ્રઘાત થયા છે, કારણ કે ભૂતકાળમાં તે જીવે નરકગતિમાં અનંતવાર જન્મ ધારણ કર્યા છે અને એક-એક નારક ભવમાં અનેકવાર વેદના સમુદ્રઘાત થાય છે, તેથી અનંત ભૂતકાળની અપેક્ષાએ એક નારકીને અનંતા વેદના
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy