SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩ (૩) સંસ્થાન દ્વાર: २० णेरइयाणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? गोयमा ! तप्पागारसंठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે ત્રાપાના આકારનું હોય છે. २१ असुरकुमाराणं भंते ! पुच्छा ? गोयमा ! पल्लगसंठाणसंठिए पण्णत्ते । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અસુરકુમારોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાલાના આકારનું હોય છે. આ જ રીતે નાગકુમારોથી લઈને સ્વનિતકુમારો સુધીના દેવોના અવધિસંસ્થાનના વિષયમાં જાણવું જોઈએ. २२ पंचेदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! णाणासंठाणसंठिए पण्णत्ते । एवं मणूसाण वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! વિવિધ આકારનું હોય છે. આ જ રીતે મનુષ્યોના અવધિ સંસ્થાનના વિષયમાં જાણવું જોઈએ. २३ वाणमंतराणं भंते ! पुच्छा ? गोयमा ! पडहसंठाणसंठिए पण्णत्ते । एवं जोइसियाणं झल्लरिसंठाणसंठिए । सोहम्मगदेवाणं उड्डमुइंगागारसंठिए । एवं जाव अच्चुयदेवाणं । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! પટહ(ઢોલ)ના આકારનું હોય છે. આ રીતે જ્યોતિષ્ક દેવોનું અવધિજ્ઞાન ઝાલરના આકારનું હોય છે. સૌધર્મ દેવલોકના દેવોનું અવધિજ્ઞાન ઊર્ધ્વ મૃદંગના આકારનું હોય છે, તે જ રીતે અય્યત દેવલોકના દેવો સુધી અવધિજ્ઞાનના આકારના વિષયમાં જાણવું જોઈએ. २४ गेवेज्जगदेवाणं भंते ! पुच्छा ? गोयमा ! पुप्फचंगेरिसंठाणसंठिए पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગ્રેવેયક દેવોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! ફૂલની ચંગેરી(છાબડી-ટોપલી)ના આકારનું હોય છે. २५ अणुत्तरोववाइयाणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? गोयमा ! जवणालियासंठाणसंठिए ओही पण्णत्ते । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવોનું અવધિજ્ઞાન કેવા આકારનું હોય છે? ઉત્તરહે ગૌતમ! જવનાલિકા-કન્યાની કંચકીના આકારનું હોય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના આકારનું નિરૂપણ છે.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy