SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ બે આલાપકમાં, દેશ અને પ્રદેશનું કથન ક્ષેત્રની અપેક્ષાએ છે. દેશ = વિશાળ ક્ષેત્ર. જે ક્ષેત્રમાં કાયિકી ક્રિયાના પરિણામ થયા હોય તે જ ક્ષેત્રમાં અધિકરણી ક્રિયાના પરિણામ થાય છે. આ રીતે દેશની અપેક્ષાએ પણ પાંચે ક્રિયાનો પરસ્પર સંબંધ પૂર્વવત્ જાણવો. (૪) કિયાનો પ્રદેશની અપેક્ષાએ પરસ્પર સહભાવ – પ્રદેશ = દેશથી નાનું ક્ષેત્ર. પ્રદેશની અપેક્ષાએ પણ ક્રિયાઓનો પરસ્પર સંબંધ પૂર્વવતુ જાણવો. આ રીતે પાંચ ક્રિયાઓના પરસ્પર સંબંધ વિષયક ચાર-ચાર આલાપક સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં થાય છે. ૨૪ દંડકના જીવો સરાગી હોવાથી તે જીવોને પાંચ-પાંચ ક્રિયાઓ સંભવિત છે. કાયિકી આદિ પાંચ કિયાનો પરસ્પર સદ્ભાવઃ કિયા | કાયિકી |અધિકરણી| પ્રાષિકી |પારિતાપનિકી પ્રાણાતિપાલિકી ૧. કાયિકી ક્રિયામાં - | નિયમા | | ભજન | ભજના ૨. અધિકરણિકી ક્રિયામાં | નિયમો | - | નિયમો | ભજના | | ભજના ૩. પ્રાàષિકી ક્રિયામાં નિયમો નિયમા ભજના ભજના ૪. પારિતાપનિકી ક્રિયામાં | નિયમો નિયમા નિયમો ભજના પ. પ્રાણાતિપાતિકી ક્રિયામાં | નિયમો | નિયમો | નિયમો | નિયમો | - જીવાદિમાં આયોજિતા ક્રિયા :४८ कइ णं भंते ! आओजियाओ किरियाओ पण्णत्ताओ ? गोयमा ! पंच आओजियाओ किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया जाव पाणाइवाय किरिया। एवं रइयाणं जाव वेमाणियाणं ।। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આયોજિતા ક્રિયાઓ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! આયોજિતા ક્રિયાના પાંચ પ્રકાર છે, જેમકે– કાયિકી વાવ પ્રાણાતિપાતક્રિયા. નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધી આ જ પ્રમાણે કથન કરવું જોઈએ. ४९ जस्सणं भंते ! जीवस्स काइया आओजिया किरिया अत्थि तस्स अहिगरणिया आओजिया किरिया अत्थि, जस्स अहिगरणिया आओजिया किरिया अत्थि, तस्स काइया आओजिया किरिया अस्थि ? ___ एवं एएणं अभिलावेणं ते चेव चत्तारि दंडगा भाणियव्वा जस्स, जं समयं, जं देसं, जं पएसं । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે જીવને કાયિકી આયોજિતા ક્રિયા હોય છે, તેને શું અધિકરણિકી આયોજિતક્રિયા હોય છે? જેને અધિકરણિકી આયોજિતક્રિયા હોય છે, તેને શું કાયિકી આયોજિતક્રિયા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ (૧) જે જીવમાં (૨) જે સમયમાં (૩) જે દેશમાં અને (૪) જે પ્રદેશમાં આ ચાર અભિલાપ યાવત વૈમાનિકો સુધી આયોજિતા ક્રિયા સંબંધી કહેવા જોઈએ.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy