SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩ किरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण पाणाइवायकिरिया कज्जइ तस्स पारियावणिया किरिया णियमा कज्जइ । ७८ ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! જેને પારિતાપનિકી ક્રિયા હોય છે, તેને શું પ્રાણાતિપાત ક્રિયા હોય છે? તથા જેને પ્રાણાતિપાત ક્રિયા હોય, તેને શું પારિતાપનિકી ક્રિયા હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી, પરંતુ જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે, તેને પારિતાપનિકી ક્રિયા નિયમતઃ (નિશ્ચિતરૂપે) હોય છે. | जस्स णं भंते ! णेरइयस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया कज्जइ ? गोयमा ! जहेव जीवस्स तहेव णेरइयस्स वि । एवं णिरंतरं जाव वेमाणियस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે નૈરયિકને કાયિકી ક્રિયા હોય છે, તેને શું અધિકરણિકી ક્રિયા હોય છે? ઉત્તર– હે ગૌતમ ! જેવી રીતે સમુચ્ચય જીવમાં ક્રિયાઓના પારસ્પરિક સહભાવની ચર્ચા કરી છે તેવી રીતે નૈયિકમાં પણ જાણવું જોઈએ. આ જ રીતે નિરંતર યાવત્ વૈમાનિક સુધીના જીવોમાં ક્રિયાના સહભાવનું કથન કરવું જોઈએ. ४५ जं समयं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तं समयं अहिगरणिया किरिया कज्जइ ? जं समयं अहिगरणिया किरिया कज्जइ तं समयं काइया किरिया कज्जइ ? एवं जहेव आइल्लओ दंडओ भणिओ तहेव भाणियव्वो जाव वेमाणियस्स । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય છે, તે સમયે તે જીવને શું અધિકરણિકી ક્રિયા હોય છે ? તથા જે સમયે તેને અધિકરણિકી ક્રિયા હોય છે, તે સમયે તેને શું કાયિકી ક્રિયા હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ક્રિયાઓના પરસ્પર સહભાવના સંબંધમાં પ્રારંભિક દંડક કહ્યો છે, તે જ રીતે અહીં પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ४६ जं देसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तं देसं णं अहिगरणिया किरिया कज्जइ ? गोयमा ! तहेव जाव वेमाणियस्स । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જે દેશમાં જીવને કાયિકીક્રિયા હોય છે, શું તે દેશમાં અધિકરણિકી ક્રિયા હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત સૂત્રોની જેમ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ४७ जं पएसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तं पएसं अहिगरणिया किरिया कज्जइ ? गोयमा ! तहेव जाव वेमाणियस्स । एवं एए जस्स जं समयं जं देसं जं पएसं णं चत्तारि दंडगा होंति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જે પ્રદેશમાં જીવને કાયિકી ક્રિયા હોય છે, તે પ્રદેશમાં શું અધિકરણિકી -
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy