________________
| બાવસીયું પદઃ ક્રિયા
ક૭ ]
તે જ રીતે ક્રોધ, માન, માયા, લોભ આદિ અઢારે પાપસ્થાનના સેવનથી જીવોને ક્રિયા લાગે છે. સમુચ્ચય જીવો અને ચોવીસ દંડકના જીવો અઢારે પાપસ્થાનનું સેવન કરે, તે તે પરિણામો કરે, ત્યારે તે જીવોને ક્રિયા લાગે છે અને તેથી તે જીવો સક્રિય કહેવાય છે.
અભ્યાખ્યાન = અસ દોષારોપણ; જેમ કે-ચોર ન હોય છતાં તેના પર ચોરીનો આક્ષેપ મૂકવો. પૈશુન્ય = પરોક્ષમાં ખોટા કે સાચા દોષો પ્રગટ કરવા, ચાડીચુગલી ખાવી. પર પરિવાદઃ અનેક લોકો સમક્ષ બીજાના દોષોનું કથન કરવું. માયામૃષા- માયા સહિત ખોટું બોલવું. કોઈની સાથે ધૂર્તતા, છેતરપિંડી આદિ વ્યવહાર કરવો. મિથ્યાદર્શનશલ્ય ખોટી શ્રદ્ધા, કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા રાખવી. અકુર પણ લંડ - સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં પ્રાણાતિપાત સંબંધી પ્રશ્નોત્તર રૂપ એક આલાપક તેમજ મૃષાવાદ સંબંધી એક આલાપક થાય, તે રીતે અઢાર પાપસ્થાનોની અપેક્ષાએ અઢાર આલાપક થાય છે. આલાપક અને દંડક એ બંને શબ્દો આગમમાં પર્યાયવાચી શબ્દરૂપે વપરાય છે. ક્રિયાજન્ય કર્મ બંધ અને ભંગઃ - |१५ जीवे णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा । एवं रइए जाव णिरतरं वेमाणिए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક જીવ પ્રાણાતિપાતના અધ્યવસાયથી કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! સાત અથવા આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. આ જ રીતે નૈરયિકોથી લઈવૈમાનિકદેવ સુધીના પ્રત્યેક જીવ પ્રાણાતિપાત (જીવહિંસા)થી સાત કે આઠ કર્મ બાંધે છે. १६ जीवा णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधति ? गोयमा ! सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો પ્રાણાતિપાતના અધ્યવસાયથી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવો સાત કર્મપ્રકૃતિ પણ બાંધે છે અને કેટલાક આઠ કર્મપ્રકૃતિ પણ બાંધે છે. १७ णेरइया णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधति ?
गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य ।
एवं असुरकुमारा वि जाव थणियकुमारा । पुढवि-आउ-तेउवाऊवणस्सइकाइया य, एए सव्वे वि जहा ओहिया जीवा । अवसेसा जहा रइया । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અનેક નૈરયિકો પ્રાણાતિપાતથી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! ક્યારેક બધા નૈરયિકો સાત કર્મબંધક હોય છે. ક્યારેક ઘણા નૈરયિકો સાત કર્મબંધક અને એક નૈરયિક આઠ કર્મબંધક હોય છે. ક્યારેક ઘણા નૈરયિકો સાત કર્મબંધક હોય અને ઘણા નૈરયિકો આઠ કર્મબંધક પણ હોય છે.