SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૮૦ ] શ્રી પન્નવણા સુa: ભાગ-૨ ભવસિદ્ધિકની કાયસ્થિતિ:- ભવ્યત્વ પરિણામિક ભાવ છે, તેથી તે અનાદિ છે પરંતુ મુક્તિ પ્રાપ્ત થતાં તેનો અંત થાય છે, તેથી તે અનાદિ સાંત છે. અભવસિલિકની કાયસ્થિતિઃ - અભવ્યત્વ પણ પરિણામિક ભાવ છે, તેથી અનાદિ છે. અભવી જીવોના અભવીપણાનો ક્યારેય અંત થતો નથી, તેથી તે અનાદિ અનંત છે. નોભવસિડિક નોઅભવસિલિકની કાયસ્થિતિ :- તે ભાવ સિદ્ધોમાં હોય છે. સિદ્ધોની અપેક્ષાએ તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. ભવસિલિક-અભવસિવિક જીવોની સ્થિતિ :| સ્થિતિ || કારણ ૧ ભવસિદ્ધિક અનાદિ સાંત | પારિણામિક ભાવ છે અને મોક્ષે જાય ત્યારે તેનો અંત થાય છે. ૨ અભવસિદ્ધિક અનાદિ-અનંત | પારિણામિક ભાવ છે અને તેનો અંત થતો નથી. |૩ નોભવસિદ્ધક નોઅભવસિદ્ધિક સાદિ અનંત | સિદ્ધ ભગવાનની આદિ છે પરંતુ તેનો અંત નથી. (૨૧) અસ્તિકાય દ્વાર :१२४ धम्मत्थिकाए णं भंते ! पुच्छा । गोयमा ! सव्वद्धं । एवं जाव अद्धासमए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય કેટલા કાલ સુધી ધર્માસ્તિકાયપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ!તે સર્વકાળ રહે છે. આ જ રીતે યાવત અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય(કાળ દ્રવ્ય)ની સ્થિતિ પણ જાણવી જોઈએ. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં છએ દ્રવ્યોની કાળમર્યાદાનું નિરૂપણ છે. ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યો અનાદિ અનંત છે. તેઓ હંમેશાં પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. (રર) ચરમ દ્વાર :१२५ चरिमे णं भंते ! पुच्छा ? गोयमा ! अणाईए सपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચરમ જીવ કેટલા કાળ સુધી ચરમપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ! અનાદિ-સાંત હોય છે. १२६ अचरिमे णं भंते ! पुच्छा ? गोयमा ! अचरिमे दुविहे पण्णत्ते तं जहा- अणाईए वा अपज्जवसिए, साईए वा अपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અચરમ જીવ કેટલા કાળ સુધી અચરમપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! અચરમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત અને (૨) સાદિ-અનંત. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ચરમ-અચરમ જીવોની કાયસ્થિતિનું પ્રતિપાદન છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy