SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ | અઢાર પદ: કાયસ્થિતિ [ ૪૪૫ ] |४८ बादरपज्जत्तएणं भंते ! बादरपज्जत्तए त्ति पुच्छा? गोयमा !जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બાદર પર્યાપ્તા કેટલા કાળ સુધી બાદર પર્યાપ્તપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી બાદર પર્યાપ્તપણે રહે છે. |४९ बादरपुढविक्काइयपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साइं । एवं आउक्काइए वि ।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા કેટલા કાળ સુધી બાદર પૃથ્વીકાયિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તપણે રહે છે. આ જ રીતે બાદર અપ્લાયિક પર્યાપ્તાના વિષયમાં પણ જાણવું જોઈએ. ५० तेउक्काइयपज्जत्तए णं भंते ! तेउक्काइयपज्जत्तए त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं राइंदियाइं । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! તેજસ્કાયિક પર્યાપ્તા કેટલા કાળ સુધી તેજસ્કાયિક પર્યાપ્તાપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા રાત્રિ-દિન સુધી તેજસ્કાયિક પર્યાપ્તપણે રહે છે. |५१ वाउक्काइए वणस्सइकाइए पत्तेयसरीरबायरवणस्सइकाइए य पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई वाससहस्साई । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિકના પર્યાપ્તા જીવો કેટલા કાલ સુધી પોત-પોતાની કાયમાં પર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી પોતપોતાના પર્યાયમાં પર્યાપ્તપણે રહે છે. |५२ णिगोयपज्जत्तए णं भंते ! बादरणिगोयपज्जत्तए त्ति कालओ केवचिरं होइ? गोयमा! दोण्णि वि जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગોદ પર્યાપ્તા અને બાદર નિગોદ પર્યાપ્તા, કેટલા કાલ સુધી ક્રમશઃ નિગોદ પર્યાપ્તા અને બાદર નિગોદ પર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! બંને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી નિગોદ પર્યાપ્તા અને બાદર નિગોદ પર્યાપ્તપણે રહે છે |५३ बादरतसकाइयपज्जत्तए णं भंते ! बादरतसकाइयपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બાદર ત્રસકાયિક પર્યાપ્તા કેટલા કાળ સુધી બાદર ત્રસકાયિક પર્યાપ્તાપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી બાદર ત્રસકાયિક પર્યાપ્તાપણે રહે છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy