SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ | સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૪ [ ૪૧૧] गोयमा ! से जहाणामए अंबाण वा जाव तेंदुयाण वा पक्काणं परियावण्णाणं उववेताणं पसत्थेणं वण्णेणं जाव पसत्थेणं भवेयारूवे ? गोयमा ! णो इणटे समढे । ए त्तो अणिद्रुतरिया चेव जाव मणामतरिया चेव तेउलेस्सा आसाएणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશ્યાનો રસ કેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ આમ્ર, આમ્રફળ થાવ હિંદુક ફળ, પરિપક્વ હોય, પરિપક્વતાના કારણે પ્રશસ્ત વર્ણ, ગંધ અને સ્પર્શથી યુક્ત હોય, તેવા મીઠા રસવાળા પદાર્થો જેવો શું તેજોવેશ્યાનો રસ હોય? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ ઇતર, કાંત-સુંદર, પ્રિય, મનોજ્ઞા અને મનોહર રસ તેજોલેશ્યાનો હોય છે. | २० पम्हलेस्साए णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता ? गोयमा ! से जहाणामए चंदप्पभा इ वा मणिसिलागा इ वा वरसीधू इ वा वरवारुणी ति वा पत्तासवे इ वा पुप्फासवे इ वा फलासवे इ वा चोयासवे इ वा आसवे इ वा मधू इ वा मेरए इ वा काविसाणए इ वा खज्जूरसारए इ वा मुद्दियासारए इ वा सुपक्कखोयरसे इ वा अपिद्धणिट्टिया इ वा जंबूफलकालिया इ वा वरपसण्णा इवा आसला मासला पेसला ईसी ओढावलंबिणी ईसि वोच्छेयकडुई ईसी तंबच्छिकरणी उक्कोसमयपत्ता वण्णेणं उववेया जाव फासेणं आसायणिज्जा वीसायणिज्जा पीणणिज्जा विहणिज्जा दीवणिज्जा दप्पणिज्जा मयणिज्जा सव्विदियगायपल्हायणिज्जा, भवेयारूवा? गोयमा ! णो इणढे समढे । पम्हलेस्सा णं एत्तो इट्टतरिया चेव जावमणामतरिया चेव आसाएणं पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પઘલેશ્યાનો રસ કેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જેમ ચંદ્રપ્રભા–એક મદિરા વિશેષ, મણિશલાકા, શ્રેષ્ઠ સિંધુ નામનું મધ, શ્રેષ્ઠ વારુણી મદિરા, પત્રાસવ-ધતુરાનાં પાંદડાંમાંથી બનાવેલી મદિરા, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ-ચોય નામના સુગંધિત દ્રવ્યનો આસવ, સામાન્ય આસવ, મધ, મૈરેય, કાપિશાયન નામનું મધ, ખજૂરનો સાર, દ્રાક્ષાસાર, સુપક્વ ઈક્ષરસ, આઠ પ્રકારના પિષ્ટ વડે બનેલો પદાર્થ, જાંબુ ફળ જેવી કાળી સ્વાદિષ્ટ વસ્તુ, શ્રેષ્ઠ પ્રસન્ના નામની મદિરા(જે અત્યંત સ્વાદિષ્ટ હોય), મનોજ્ઞ, અત્યંત સ્વાદિષ્ટ હોવાથી ઝટપટ મોઢે માંડવાનું મન થાય તેવી મુખ માધુર્યકારિણી પીધા પછી એલાયચી, લવિંગ વગેરે દ્રવ્યના મિશ્રણથી કાંઈક તીખી, તાપ્રાક્ષિકરણી-પીધા પછી આંખને તામ્રવર્ણી કરનારી, ઉત્કૃષ્ટ માદક હોય, જે પ્રશસ્ત વર્ણ, ગંધ, સ્પર્શથી યુક્ત હોય, આસ્વાદનીય, વિશેષ રીતે આસ્વાદનીય, તૃપ્તિકારક, વૃદ્ધિકારક, ઉત્તેજિત કરનારી, મદજનક, બધી ઈન્દ્રિયો અને શરીરને આહાદજનક હોય ઇત્યાદિ, શું આ બધા મીઠા રસવાળા પદાર્થો જેવો પાલેશ્યાનો રસ હોય ? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ ઇષ્ટતર, કાંત-સુંદર, પ્રિય, મનોજ્ઞ અને મનોહર રસ પાલેશ્યાનો હોય છે. | २१ सुक्कलेस्सा णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता ?
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy