SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમું પદ : પ્રયોગ चरिमंताओ पच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, पच्छिमिल्लाओ वा चरिमंताओ पुरत्थिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, दाहिणिल्लाओ वा चरिमंताओ उत्तरिल्लं चरिमंत एगसमएणं गच्छइ, एवं उत्तरिल्लाओ दाहिणिल्लं, उवरिल्लाओ हेट्ठिल्लं, हेट्ठिल्लाओ वा उवरिल्लं । से तं पोगगल-णोभवोववायगई । ૩૩૭ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પુદ્ગલ નોભવોપપાતગતિનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! જે પુદ્ગલ પરમાણુ એક સમયમાં લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી જાય છે, એક સમયમાં પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સુધી જાય, એક સમયમાં દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સુધી જાય. આ જ રીતે ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત, ઊર્ધ્વ ચરમાંતથી અધો ચરમાંત અને અધો ચરમાંતથી ઊર્ધ્વ ચરમાંત સુધી એક સમયમાં જાય; આ ગતિને પુદ્ગલ નોભવોપપાત ગતિ કહે છે. આ પુદ્ગલ નોભવોપપાતગતિનું નિરૂપણ છે. ३३ से किं तं भंते ! सिद्धणोभवोववायगई ? गोयमा ! सिद्धणोभवोववायगई दुविहा पण्णत्ता, तं जहा- अणंतरसिद्धणोभवोववायगई य परंपरसिद्धणोभवोववायगई य । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે સિદ્ધ નોભવોપપાતગતિના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધ નોભવોપપાત ગતિના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અનંતરસિદ્ધ નોભવોપપાત ગતિ અને પરંપર સિદ્ધ નોભવોપપાતગતિ. ३४ से किं तं भंते ! अणंतरसिद्धणोभवोववायगई ? गोयमा ! अणंतरसिद्धणोभवोववायगई पण्णरसविहा पण्णत्ता, तं जहा- तित्थसिद्ध अणंतरसिद्ध णोभवोववायगई य जाव अणेगसिद्धणोभवोववायगई य । से तं अणंतरसिद्धणोभवोववायगई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરસિદ્ધ ભવોપપાતગતિનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતર સિદ્ધ ભવોપપાત ગતિના પંદર પ્રકાર છે, તે આ પ્રમાણે છે-તીર્થસિદ્ધ અનંતર સિદ્ધ નોભવોપપાતગતિ યાવત્ અનેક સિદ્ધ અનંતર સિદ્ધ નોભવોપપાતગતિ. આ અનંતર સિદ્ધ નોભવોપપાત ગતિનું નિરૂપણ છે. ३५ से किं तं भंते ! परंपरसिद्धणोभवोववायगई ? गोयमा ! परंपरसिद्धणोभवोववायगई अणेगविहा पण्णत्ता, तं जहा - अपढम समयसिद्ध णोभवोववायगई एवं दुसमयसिद्धणोभवोववायगई जाव अणंतसमयसिद्धणोभवोववायगई । से तं परंपरसिद्धणोभवोववायगई । से तं सिद्ध णोभवोववायगई। से तं णोभवोववायगई । से तं उववायगई । । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરિસદ્ઘ નોભવોપપાત ગતિનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરસિદ્ધ નોભવોપપાત ગતિના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અપ્રથમ સમય સિદ્ધ નોભવોપપાત ગતિ, દ્વિસમયસિદ્ધ નોભવોપપાતગતિ યાવત્ ત્રિસમયથી લઈને સંખ્યાત સમય, અસંખ્યાત સમય અને અનંત સમયસિદ્ધ નોભવોપપાત ગતિ. આ પરંપરસિદ્ધ નોભવોપપાત ગતિનું નિરૂપણ છે. આમ સિદ્ધ નોભવોપપાતગતિ, ભવોપપાતગતિ તથા ઉપપાતગતિનું વર્ણન પૂર્ણ થાય છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy