SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ ઇન્દ્રિયોના આ વિષયો આત્માંગુલથી છે કે ઉત્સેઘાંગુલથી માપવામાં આવે છે ? તેનું સ્પષ્ટીકરણ આગમ પાઠોમાં મળતું નથી તેમ છતાં વિચારણા કરતાં તે આત્માંગુલથી માપવાનું સમીચીન જણાય છે. જો વિષયોનું પરિમાણ ઉત્તેઘાંગુલથી મપાય ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યોમાં વિષય ગ્રહણમાં વિરોધ પ્રાપ્ત થાય છે. જેમ કે– ભરત ચક્રવર્તીના સમયે આત્માંગુલ અને પ્રમાણાંગુલ બંને સમાન હોય છે. એક હજાર ઉત્સેઘાંગુલનો એક પ્રમાણાંગુલ થાય છે. ભરત ચક્રવર્તીની અયોધ્યા નગરી તે મનુષ્યોના આત્માંગુલથી બાર યોજન પ્રમાણ હતી. તે ઉત્સેઘાંગુલના માપથી બાર હજાર યોજન પ્રમાણ હતી. જો શ્રોતેન્દ્રિયની વિષય ગ્રહણની શક્તિ ઉત્સેઘાંગુલથી બાર યોજન પ્રમાણ સ્વીકારીએ તો અયોધ્યા નગરીની આયુધ શાળામાં વગાડવામાં આવતી વિજય ભેરીનો નાદ બાર હજાર યોજન વિસ્તારમાં રહેલા સમસ્ત નગરજનો સાંભળી શકે નહીં. પરંતુ વિજય ભેરીનો નાદ સમસ્ત નગરજનો સાંભળે જ છે. તેથી સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયોના વિષય ગ્રહણની શક્તિનું માપ આત્માંગુલથી જ મપાય છે; જેથી તે-તે કાલના મનુષ્યો પોત-પોતાની ઇન્દ્રિયોથી શબ્દાદિ વિષયને ગ્રહણ કરી શકે છે. ૨૫૪ (૧૦) અણગાર દ્વાર : ४४ अणगारस्स णं भंते ! भावियप्पणो मारणंतियसमुग्धाएणं समोहयस्स जे चरिमा णिज्जरापोग्गला, सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पियणं ते ओगाहित्ता णं चिट्ठति ? हंता गोयमा ! अणगारस्स भावियप्पणो मारणंतियसमुग्धाएणं समोहयस्स जे चरिमा णिज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पियणं ते ओगाहित्ता णं चिट्ठति । ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્ ! મારણાંતિક સમુદ્દાતને પામેલા ભાવિતાત્મા અણગારના ચરમ-અંતિમ નિર્જરાના પુદ્ગલો, શું સૂક્ષ્મ હોય છે ? હે આયુષ્યમાન શ્રમણ ! શું તે પુદ્ગલો સંપૂર્ણ લોકમાં અવગાહીને રહે છે ? ઉત્તર– હા, ગૌતમ ! મારણાંતિક સમુદ્દાતને પામેલા ભાવિતાત્મા અણગારના ચરમ-અંતિમ નિર્જરાના પુદ્ગલો સૂક્ષ્મ હોય છે અને હે આયુષ્યમાન શ્રમણ ! તે સમગ્રલોકમાં અવગાહન કરીને રહે છે. ४५ छउमत्थे णं भंते ! मणूसे तेसिं णिज्जरापोग्गलाणं किं आणत्तं वा णाणत्तं ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पासइ ? गोयमा ! णो इणट्ठे समट्ठे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય તે ચરમ નિર્જરાના પુદ્ગલોનું અન્યપણું, વિવિધપણું. હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે ? ઉત્તર– હે ગૌતમ ! તે પ્રમાણે શક્ય નથી. ४६ सेकेणट्टे भंते ! एवं वुच्चइ - छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पासइ? गोयमा ! देवे वि य णं अत्थेगइए जे णं तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पास, से
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy