SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ | પંદરમું પદ : ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૧ ૨૪૩] ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિયના મૂદુ અને લઘુ ગુણ અનંતા છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિયથી લઈ સ્પર્શનેન્દ્રિય સુધીની પાંચે ઇન્દ્રિયોના અનંત મૃદુ-લઘુ ગુણ હોય છે. १७ एएसिणं भंते! सोइंदिय-चक्खिदियधाणिदिय-जिभिदिय-फासिंदियाणं कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाणं, कक्खडगरुयगुण-मउयलहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा चक्खिदियस्स कक्खडगरुयगुणा, सोइंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, घाणिदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, जिभिदियस्स कक्खङ गरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा । मउयलहुयगुणाणंसव्वत्थोवा फासिदियस्स मउयलहुयगुणा, जिभिदियस्स मउयलहुयगुणा अणंतगुणा, धाणिदियस्स मउयलहुयगुणा अणतगुणा; सोइंदियस्स मउयलहुयगुणा अणंतगुणा। चक्खिंदियस्समय लहुय गुणा अणंतगुणा । कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण यसव्वत्थोवा चक्खिदियस्स कक्खडगरुयगुणा, सोइंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुय-गुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणेहितो तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा, जिब्भिदियस्स मउयलहुयगुणा अणंतगुणा, घाणिदियस्स मउयलहुयगुणा अणंतगुणा, सोइंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, चक्खिदियस्स मउयलहुयगुणा अणतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અને મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી અલ્પ ચરિન્દ્રિયના કર્કશ- ગુરુ ગુણ છે, તેનાથી શ્રોતેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણ અનંતગુણા છે, તેનાથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંતગુણા છે, તેનાથી જિહેન્દ્રિયના કર્કશગુરુ ગુણ અનંતગુણા છે, તેનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંતગુણા છે. મૃદુ-લઘુ ગુણોમાં સર્વથી અલ્પ સ્પર્શેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ છે. તેનાથી જિલૅન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનંતગુણા છે, તેનાથી ધ્રાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનંતગુણા છે, તેનાથી શ્રોતેન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનંતગુણા છે, તેનાથી ચક્ષુરિન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનંતગુણા છે. કર્કશ-ગુરુગુણો અને મૃદુ લઘુ ગુણોમાં– (૧) સર્વથી અલ્પ ચક્ષુરિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે, (૨) તેનાથી શ્રોતેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે, (૩) તેનાથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે, (૪) તેનાથી જિહેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગુણા છે, (૫) તેનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે. (૬) તેનાથી તેના જ અર્થાત્ સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં સ્પર્શેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણા છે. (૭) તેનાથી જિલૅન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણા છે, (૮) તેનાથી ધ્રાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણા છે, (૯) તેનાથી શ્રોતેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણા છે, (૧૦) તેનાથી ચક્ષુરિન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણા છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy