SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવોએ કેટલા કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ચય-સંચય કર્યો હતો? ઉત્તર– હે ગૌતમ ! ચાર કારણોથી જીવોએ આઠ કર્મપ્રકૃતિઓનો ચય કર્યો હતો, તે આ પ્રમાણે છે– ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. આ જ રીતે નૈરિયકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. ૨૩૦ ८ जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति ? गोयमा ! चउहिं વાળેદિ અવુ જન્મપગડીઓ વિનંતિ, તં નહા- જોહેળ, માળેળ, માયા, લોભેળ । વં रइया जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવો કેટલાં કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ચય કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! ચાર કારણોથી જીવ આઠ કર્મપ્રકૃતિઓનો ચય કરે છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. આ જ રીતે નૈરિયકોથી લઈ વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં જાણવું. ९ जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति ? गोयमा ! चउहिं વાળેહિ એક મ્મપાલીઓ વિખિસ્સુંતિ, તેં નહીં- જોહેળ, માળેળ, માયા, તોમેળ । एवं रइया जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવો કેટલાં કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ચય કરશે ? ઉત્તર− હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરશે, તે આ પ્રમાણે છે– ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. આ જ રીતે નૈયિકોથી લઈ વૈમાનિક સુધીના ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. १० वाणं भंते! इहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिसु ? गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिसु, तं जहा- कोहेणं, माणेणं, मायाए, लोभेणं । एवं रइया जाव वेमाणिया । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! જીવોએ કેટલાં કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો ? ઉત્તર– હે ગૌતમ ! જીવોએ ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો, તે આ પ્રમાણે છે— ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. ११ जीवाणं भंते ! इहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति ? गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति तं जहा- कोहेणं जाव लोभेणं । एवं रइया जाव वेमाणिया । एवं उवचिणिस्संति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવો કેટલાં કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કરે છે ? ઉત્તરહે ગૌતમ ! ચાર કારણોથી જીવ આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કરે છે, તે આ પ્રમાણે છે– ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. આ જ રીતે નૈયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. આ જ રીતે પૂર્વોક્ત ચાર કારણોથી જીવ આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરશે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy