SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ | છઠ્ઠ પદ : વ્યકાંતિ [ ૪૯ ] સંમૂર્ણિમ મનુષ્યની ગતિ ૪૯ ભેદની – સંમૂર્છાિમ મનુષ્યો લબ્ધિ અપર્યાપ્તા જ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે, તેથી તે નરક કે દેવગતિમાં જતા નથી, યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંચરૂપે પણ ઉત્પન્ન થતા નથી. બે યુગલિક તિર્યંચને વર્જીને તિર્યંચના ૪૬ભેદ અને મનુષ્યના ૩ ભેદસંમૂર્છાિમ મનુષ્ય તથા સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ ત્રણ ભેદ;૪૬+૩ = ૪૯ ભેદ. યુગલિક મનુષ્યની ગતિ ર૫ ભેદની - યુગલિક મનુષ્યો મૃત્યુ પામીને એક દેવગતિમાં જ જાય છે. તેમાં ભવનપતિના ૧૦, વ્યંતરના ૮, જ્યોતિષીના ૫ અને ૨ દેવલોક, એમ કુલ ૨૫ ભેદની ગતિ થાય છે. યુગલિકો પોતાની ઉંમરથી વધુ સ્થિતિ દેવલોકમાં પામતા નથી. તેથી તેઓ પોતાના સ્થાનથી વધુ સ્થિતિવાળા દેવલોકોમાં જન્મ ધારણ કરતા નથી. આ રીતે યુગલિકોની સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન ગતિ થાય છે. યથા– (૧) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક મનુષ્યો અને પરિવાસ-રમ્યવાસ ક્ષેત્રના યુગલિક મનુષ્યો, બીજા દેવલોક સુધીના ૨૫ પ્રકારના દેવોમાં (૨) હેમવય-હિરણ્યવય ક્ષેત્રના યુગલિકો પ્રથમ દેવલોક સુધીના ૨૪ પ્રકારના દેવોમાં, (૩) અંતરદ્વીપજ મનુષ્યો ભવનપતિ અને વ્યંતર જાતિના ૧૮ પ્રકારના દેવોમાં જન્મ ધારણ કરી શકે છે. (૪) અવસર્પિણીના પહેલા બીજા આરાના યુગલિક મનુષ્યો ૨૫ ભેદોમાં અને ત્રીજા આરાના યુગલિક મનુષ્યો બીજો દેવલોકવર્જીને ૨૪ ભેદોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ પલ્યોપમથી કિંઈક ન્યૂન સ્થિતિવાળા યુગલિકો જ્યોતિષી સુધીના ૨૩ ભેદોમાં અને પલ્યોપમના આઠમા ભાગથી પણ ન્યૂન સ્થિતિવાળા યુગલિક મનુષ્યો ભવનપતિ અને વ્યંતર દેવોના ૧૮ ભેદોમાં ઉત્પન્ન થાય છે. વ્યંતર-જ્યોતિષી-વૈમાનિક દેવોની ગતિઃ१५७ वाणमंतस्जोइसिक्वेमाणिया सोहम्मीसाणा यजहा असुरकुमारा । णवरं जोइसियाणं वेमाणियाण य चयंतीति अभिलावो कायव्यो । ભાવાર્થ-વાણવ્યંતર, જ્યોતિષી અને સૌધર્મતથા ઈશાન દેવલોકના વૈમાનિકદેવોની ગતિ અસુરકુમારોની સમાન સમજવી. વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકદેવો માટે “ચ્યવન કરે છે, તે પ્રમાણે કહેવું જોઈએ. १५८ सणंकुमारदेवाणं पुच्छा ? गोयमा ! जहा असुरकुमारा । णवरं एगिदिएसु ण उववज्जति । एवं जावसहस्सारगदेवा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સનસ્કુમારદેવો ચ્યવન કરીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ! તે દેવોની વકતવ્યતા અસુરકુમારોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે દેવો એકેન્દ્રિયોમાં ઉત્પન થતા નથી. આ જ રીતે સહસાર દેવલોકના દેવો સુધીની ગતિ જાણવી જોઈએ. १५९ आणय जावअणुत्तरोववाइया देवा एवं चेव । णवरंणोतिरिक्खजोणिएसुउववति , मणुस्सेसुपज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेसु उववज्जंति। ભાવાર્થ - નવમા આનત દેવલોકના દેવોથી લઈને અનુત્તરોપપાતિક વિમાન સુધીના દેવોની વક્તવ્યતા આ જ પ્રમાણે જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે દેવો તિર્યચોમાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યોમાં પણ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy