SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 290 ક્ષેત્રની અપેક્ષાએ લોક વિભાગ(પ્રતર તય) : ઉર્ધ્વલોકનું નીચેનું પ્રતર હોક તિચ્છાલોક પ્રતર હય F[P1$5] 1-%[h oon p 29the p02 + ]%ple ૦૦). સમભૂતલા પૃથ્વી **0*0* ૧૦૦ યોજન શ્રી પશવણા સૂત્ર : ભાગ–૧ ૦ યાજન ઉર્ધ્વલોકનું નીચે પ્રતર * окори નિરાકનું ઉપરનું પ્રતર ચક પ્રદેશ સમભૂતલા પૃથ્વી તિરછાલોનું નીચેનું પ્રાર અધોલોક તિરછાલોક પ્રતર પ્રય અધોલોકનું ઉપરનું પ્રતર જૈન શાસ્ત્રાનુસાર સંપૂર્ણ લોક ચૌદ રજ્જુ પ્રમાણ છે. તેના ત્રણ વિભાગ છે. ઊર્ધ્વલોક, નિકોલોક (મઘ્યલોક) અને અધૌલોક. આ ત્રણના સંયોગથી બીજા ત્રણ ક્ષેત્ર વિભાગ થાય છે, તે છ વિભાગનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) તિરછાલોકના(મેરુપર્વતના) મધ્યભાગ રૂપ આઠ રુચક પ્રદેશોથી નવસો યોજન નીચે અને નવસો યોજન ઉપર કુલ અઢારસો યોજનનો તિછોલોક છે. (૨) તિરછાલોકથી ઉપર કાંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે. (૩) તિરછાલોકથી નીચે કાંઇક અધિક સાત રજ્જુ પ્રમાણ અધોલોક છે. (૪) મેરુપર્વતના આઠ રુચક પ્રદેશોથી અર્થાત્ સમભૂમિથી ૯૦૦ યોજન ઉપર સુધી તિરછાલોકનું ક્ષેત્ર છે. તેમાં ૯૦૦ યોજનની ઊંચાઈના તિરાલોકનું અંતિમ પ્રતર અને તેનાથી ઉપર પ્રારંભ થતા ઊર્ધ્વલોકનું પ્રથમ પ્રતર, આ રીતે તિરછાલોક અને ઊર્ધ્વલોકના એક-એક પ્રતર મળીને બનતા બે પ્રતર રૂપ ક્ષેત્રને ઊર્ધ્વલોક-તિરછાલોક કહે છે. (૫) સમભૂમિથી ૯૦૦ યોજન નીચે સુધી તિરછાલોકનું ક્ષેત્ર છે. તેમાં ૯૦૦ યોજન નીચેના તિરછાલોકનું અંતિમ પ્રતર અને તેનાથી નીચે પ્રારંભ થતા અધૌલોકનું પ્રથમ પ્રતર, આ રીતે તિરછાલોક અને અધોલોકના એક એક પ્રતર મળીને બનતા બે પ્રતર રૂપ ક્ષેત્રને અધૌલોકતિરછાલોક કહે છે. (૬) ત્રણ લોકના આકાશ પ્રદેશોની સ્પર્શનાથી બનતા ક્ષેત્રને ત્રણ લોક કહે છે. ક્ષેત્રાનુસાર સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વ :- (૧) સર્વથી થોડા જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે. ઊર્ધ્વલોકથી તિરછાલોકમાં અથવા નિરાલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતા જીવો વિગ્રહગતિમાં કે મારાંતિક સમુદ્ાતના સમયે આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે અને કેટલાક જીવો આ બે પ્રતરોનો આશ્રય
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy